અનેક વખત આરોપીએ પરિણીતા પર બળાત્કાર કર્યો હતો
સુરત, તા.૨
પરિવાર સાથે કામ અર્થે સુરત આવેલી પરિણીતા ઉપર ઉધના હરિનગરના પ્રવીણ તિવારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીડિતા પરિણીતાએ આરોપી પ્રવીણ ચંદ્રપાલ તિવારી (રહે. હરિનગર-૨, ઉધના) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પતિ અને બાળકો સાથે કામ ધંધા માટે સુરત આવ્યા હતા અને આરોપી નણંદોઈ પ્રવીણ તિવારીને ત્યાં રાત્રિ રોકાણ કર્યુ હતું. રાત્રિ સમયે આરોપીએ ફરિયાદીનું મોઢુ દબાવી પોતાના તરફ ખેંચી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઇને જાણ કરશે, તો જાનથી મારી નાખવાની ધમકી હતી. ત્યારબાદ ફરિયાદી અને પતિ બીજા સ્થળે રહેવા ચાલ્યા ગયા હતા. પાંચેક મહિના બાદ આરોપીએ ડીંડોલી ખાતે ફરિયાદીના ઘરે આવી એકïલતાનો લાભ ઉઠાવી ફરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ૬/૧૧/૧૮ના રોજ આરોપી પોતાના મિત્ર રાકેશ પાંડેï સાથે ફરિયાદીના ઘરે આવ્યો હતો. મિત્ર ચાલ્યા ગયા બાદ આરોપીએ ફરીથી દરવાજા બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો. ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધી પો.સ.ઈ. જે.આર. ખડીયાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



