જળ માટે પોકારઃ લોકો રોજનાં ૨૦૦ રૂપિયા ખર્ચીને પાણી લાવવા મજબુર બન્યા

0
5

વડોદરા,તા.૭
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જામ્બુગોરલ, પીપરછટ, જેસર, વાઘવા અને ત્રાસીયા સહિતના ગામોમાં હાલ ઉનાળામાં પાણીના પોકાર ઉઠી રહ્યા છે. કુવાઓમાં તળ નીચે જતા મહિલાઓને બે બેડા પાણી ભરવા માટે ત્રણથી ૪ કિ.મી. ચાલીને પાણી ભરવા જવુ પડે છે.
ડેસર તાલુકાના હિંમતપુરા ગ્રામ પંચાયતના પેટાપુરા ત્રાસીયા ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. ગામમાં ૭૦૦થી ૮૦૦ લોકોની વસ્તી છે. ગામમાં ૨૦ જેટલા બોર કુવા છે પરંતુ તેમાં એક માસ જ પાણી ચાલે છે. ત્યારબાદ પાણી બંધ થઇ જાય છે. હાલ ઉનાળામાં ફળીયાના લોકો ૨૦૦ રૂપિયા પાણી ખર્ચીને બહારથી પાણી લેવા છે. આ ઉપરાંત આસપાસના ગામોની પણ આવી જ સ્થિતિ છે. પાણીની ગંભીર સમસ્યા છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી.
સ્થાનિક કૈલાશબેને જણાવ્યું હતું કે, અમારા ગામમાં પાણીની મુશ્કેલી છે. અમારે પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવુ પડે છે. અમને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી અમારી માંગણી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY