વડોદરા,તા.૭
વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર મરીમાતાના ખાંચા પાસે એક મહિલા પોતાનું ટુ-વ્હીલર મૂકીને પોતાના કામ માટે ગઇ હતી. તે સમયે ટ્રાફિક પોલીસની ટોઇંગ ક્રેઇન આવી પહોંચી હતી. અને આ મહિલાનું ટુ-વ્હીલર ટોઇંગ કરીને ક્રેનમાં ચઢાવી દીધું હતું. જેથી મહિલા પાસે ટ્રાફિક પોલીસે રૂપિયા ૧૦૦ દંડ લેવાનો બદલે રૂપિયા ૫૦૦ માંગતા મામલો બિચક્યો હતો. મહિલાએ રૂપિયા ૫૦૦ આપીને પાવતી માંગતા ટ્રાફિક પોલીસે ગલ્લા-તલ્લા કરતા મામલો ઉગ્ર બની ગયો હતો.
ટુ-વ્હીલર મહિલા માલિક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ચાલી રહેલી બબાલ જોઇને રોડ ઉપરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો પણ આવી પહોંચ્યા હતા. અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. જાહેર રોડ પર થયેલી બબાલના પગલે માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ એક તબક્કે ખોરવાઇ ગયો હતો. મામલો ઉગ્ર બનતા એ.સી.પી. મેઘા તેવાર સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



