મારી પાસે પૈસા નથી,પત્ની-બાળકોના પૈસે જીવન નિર્વાહ ચાલે છે : વિજય માલ્યા

0
76

લંડન,તા.૪
ભાગેડુ વિજય માલ્યાનું કહેવું છે કે હવે તેની પાસે જીવન નિર્વાહ કરવા માટે પૈસા નથી. માલ્યાનું કહેવું છે કે તે પોતાની પાર્ટનર, પર્સનલ આસિસ્ટન્ટ, પરિચિત વેપારીઓ અને બાળકો પર નિર્ભર છે. વિજય માલ્યાએ આ વાત ૧૩ બેંકો દ્વારા તેની વિરુદ્ધ નોંધવામાં આવેલી બેંકરપ્ટસી પિટિશનના જવાબમાં કહી છે. પિટિશનના જવાબમાં માલ્યાએ કહ્યું કે તેની વ્યકિતગત સંપત્તિ માત્ર ૨૯૫૬ કરોડ રૂપિયા રહી ગઈ છે અને તેણે આ તમામ સંપત્તિ બેંકો સાથે સેટલમેન્ટ માટે કર્ણાટક હાઈકોર્ટની સામે રજૂ કરી દીધી છે. બેંકોએ માલ્યા દ્વારા આપવામાં આવેલી આ જાણકારીને યૂકે કોર્ટને શેર કરી છે.
બેંકોએ કોર્ટને જણાવ્યું કે માલ્યાની પત્ની પિંકી લલવાની વાર્ષિક ૧.૩૫ કરોડ રૂપિયા કમાય છે. માલ્યાએ પોતાની પર્સનલ આસિસ્ટન્ટ અને એક પરિચિત વેપારીથી ૭૫.૭ લાખ અને ૧.૧૫ કરોડ રૂપિયા ઉધાર પણ લીધા છે. તેનું કહેવું છે કે તેણે જીવન નિર્વાહ અને કેટલાંક દેવાં ચૂકવવા માટે આ પૈસા ઉધાર લીધા છે.
તેની સાથે જ માલ્યા પર બ્રિટિશ સરકારના લગભગ ૨.૪૦ કરોડ રૂપિયાના ટેક્સ ઉપરાંત પૂર્વ વકીલ મૈકફલેંસના પણ કેટલાક ચૂપિયા ચૂકવવાના બાકી છે. માલ્યાએ ભારતીય બેંકોના ૩.૩૭ કરોડ રૂપિયા કાયદાકિય ખર્ચમાંથી ૧.૫૭ કરોડ રૂપિયા પણ નથી ચૂકવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY