સુરત, તા.૨૯
સુરત સુધરાઈ મઝદુર યુનિયન (લાલવાવટા)ના પ્રમુખ અને સીનીયર ધારાશાસ્ત્રી વિજય શેણમારેએ જણાવ્યું છે કે, સુરત મનપાએ તા.૨૦-૬-૨૦૧૭ના રોજ સફાઈ કામદારો, બેલદારોની કુલ ૨૧૪૪ જગ્યાઅોની ભરતી માટે જાહેરાત આપી હતી. જેમાં લાયકાત ધોરણ ૯ પાસથી વધુ અભ્યાસ કરેલ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં તેમ જણાવેલ છે. જે દેશના બંધારણની કલમ ૧૪ અને ૧૬નો ભંગ સમાન છે. જે બાબતે નામ. ગુજરાત હાઈકોર્ટમાં લાલ વાવટા યુનિયન તરફથી સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ સ્પેશિયલ રીટ પીટીશન નં.૧૪૫૩૭ સને ૨૦૧૭ દાખલ કરવામાં આવેલી છે. આ ભરતીની જાહેરાત બંધારણના ભંગ સમાન છે તે રદ કરવા તથા ઉમેદવારોના લાયકાતમાં સુધારો કરી ફરી જાહેરાત આપવાની દાદ માંગેલ છે. આ કેસ સબજ્યુડીસ હોવા છતાં હાલમાં સુરત મનપા દ્વારા ઉમેદવારોના ઈન્ટર્વ્યુની પ્રક્રિયા ચાલુ કરેલ છે તે પણ ગેરકાયદે છે. નામ. ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં સુરત મહાનગરપાલિકાને હાઈકોર્ટની નોટીસ બજી ગયેલ છે અને કેસમાં સુરત મહાનગરપાલિકા હાજર થઈ ગઈ છે. પરંતુ આ કેસમાં હજુ સુધી પોતાનો બચાવનામું/જવાબ રજૂ કરતા નથી.
યુનિયનના નેતા શેણમારેએ વધુમાં જણાવેલ છે કે બેલદારો તથા સફાઈ કામદારોની ભરતીની જાહેરાત બાબતે સુરત મનપાના મ્યુનિ. કમિશનર તથા સ્થાયી સમિતિના ચેરમેન ગત તા.૨૮-૬-૨૦૧૭ના રોજ પત્ર આપી જાહેરાતમાં બંધારણનો ભંગ થઈ રહેલ છે. જેથી જાહેરાત રદ કરી લાયકાતમાં સુધારો કરી નવેસરથી જાહેરાત બહાર પાડવા બાબતે ધ્યાન દોરેલ હોવા છતાં ગેરબંધારણીય રીતે તથા સબજ્યુડીસ મેટર હોવા છતાં સુરત મનપા આગળ વધી રહે છે. જે બાબતે ગુજરાત હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




