વિદેશી તબીબોના સથવારે આહવા ખાતે યોજાશે મફત સર્વરોગ નિદાન કેમ્પ

0
11

આહવાના વનબંધુ આરોગ્ય ધામ ખાતે તા.૧૧ થી ૧૬ ડીસેમ્બર દરમિયાન દેશવિદેશના ૬૦ તબીબો જરૂરિયાતમંદોની કરશે સુશ્રૃષા

ડાંગ : વનવાસી ક્ષેત્ર એવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આકાર લઇ રહેલા વનબંધુ આરોગ્ય ધામ ખાતે, આગામી તા.૧૧ થી ૧૬ ડીસેમ્બર, ર૦૧૮ દરમિયાન વિનામૂલ્ય સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરાયુ છેે.

શ્રી કાંતિલાલ જે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ તથા ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સર્વરોગ નિદાન શિબિરમાં નોવા સાઉથ વેસ્ટર્ન યુનિવર્સિટી મેડિકલ કોલેજ, ફલોરીડા (અમેરીકા)ના વિદેશી તબીબો, તજજ્ઞો તથા સ્થાનિક તબીબો પણ જરૂરિયાતમંદોને તેમની સેવાઓ આપશે. તા.૧૧ થી ૧૬ ડસેમ્બર, ર૦૧૮ દરમિયાન દરરોજ સવારે ૯ થી સાંજના પ વાગ્યા સુધી આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પમાં વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને સંસ્થાના ખર્ચે આગળની સારવાર પણ ઉપલબ્ધ કરાવાશે, તેમ ડૉ.કિરણ સી.પટેલ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ (વનબંધુ આરોગ્ય ધામ, આહવા)ના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા અશોકભાઇ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY