ના..હોય… વીકી કૌશલે ૮૩ ફિલ્મની આૅફર નકારી કાઢી..!!

0
18

મુંબઈ,તા.૫
રાઝી, સંજુ અને હાલ બની રહેલી ઊરી જેવી ફિલ્મોથી ગાજેલા અભિનેતા વીકી કૌશલે ૧૯૮૩માં ભારતે જીતેલા ક્રિકેટના વર્લ્ડ કપની કથા કહેતી ફિલ્મ ૮૩નો રોલ નકારી કાઢ્યો હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મ એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન જેવી ફિલ્મો બનાવનારા કબીર ખાન બનાવી રહ્યા છે. એમાં માતબર અભિનેતા રણવીર સિંઘ વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમના કેપ્ટન હરિયાણા એક્સપ્રેસ કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. એ માટે રણવીરે કપિલ દેવની સાથે બેઠકો યોજવા ઉપરાંત ક્રિકેટની પ્રેક્ટિસ તેમજ ઇંગ્લેંડના લોર્ડઝ્ સ્ટેડિયમનો ઝીણવટભર્યો અભ્યાસ પણ કર્યો હતો.
આ ફિલ્મના એક રસપ્રદ રોલ માટે વીકીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. વીકીને એ રોલ ગમ્યો પણ હતો. પરંતુ એ કબીર ખાનને જાઇતી સળંગ તારીખો આપી શકેએવી સ્થિતિ  નહોતી.
એની અન્ય ફિલ્મોના શૂટિંગ સાથે આ ફિલ્મના શૂટિંગની તારીખો ક્લેશ કરતી હોવાથી એણે નછૂટકે આ ફિલ્મ જતી કરવી પડી હતી એવી જાણકારી એની નિકટનાં સૂત્રે આપી હતી.
હાલ વીકી ઊરી ફિલ્મ કરી રહ્યો છે જેમાં ભારતીય લશ્કરે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદી કેમ્પો નષ્ટ કર્યા હતા. વીકી એમાં ભારતીય લશ્કરના વરિષ્ઠ અધિકારીનો રોલ કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY