સીએમ રૂપાણીનાં શહેરમાં બેફામ લુખ્ખાગીરી, ફ્લેટ ધારકો કમિશ્નર કચેરીએ ઉમટી પડ્યા

0
11

રાજકોટ,તા.૫
મુખ્યમંત્રીના વતન રાજકોટ શહેરના કાલાવડ રોડ પાસે આવેલા અવધ રોડ પર રૂડા દ્વારા નિર્મિત વીરસાવરકરનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં લુખ્ખા-આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. જેને પગલે ૧૦૦થી વધુ ફ્લેટ ધારકોનું ટોળું પોલીસ કમિશ્નર કચેરીએ ઉમટી પડ્યું હતું અને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ આવેદનપત્રમાં સોસાયટીમાં દારૂ વેચતા અને દાદાગીરી કરતા શખ્સો સામે પગલા લેવાની માગ કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે. તેમજ સ્થાનિકોએ સત્વરે આ ત્રાસ દૂર નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનપત્ર મુજબ, છેલ્લા કેટલાક સમયથી ‘ઓ’ વિંગમાં સંદીપસિંહ ગોહિલ નામનો શખ્સ ભાડે રહેવા આવ્યો છે. આ શખ્સ દારૂ વેચવાનું કામ કરવા સાથે અને માથાભારે હોવાનું લાગી રહ્યુ છે. થોડા દિવસ પહેલા આ શખ્સે દારૂ પીને સોસાયટીના એક સદગૃહસ્થને જાહેરમાં છરી બતાવી ધાક-ધમકી આપી હતી. જેના કારણે આ સદગૃહસ્થ ડરના કારણે બેભાન થઈ ગયા હતા. તેમજ સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ શખ્સ પોલીસ સાથે સંપર્કો હોવાનો દાવો કરતો હોવાથી કોઈ તેની સામે પડવા તૈયાર થતું નથી. આથી તેની સામે કડક પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY