મુંબઈ,તા.૫
એ લિસ્ટની અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નની વાતો વચ્ચે મળેલી માહિતી મુજબ એણે પોતાની આગામી ફિલ્મ પસંદ કરી લીધી હતી.
આ વર્ષના આરંભે એ વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ કરવાની હતી જેમાં ઇરફાન ખાન એનો હીરો હતો. પરંતુ ઇરફાનને મગજમાં કેન્સરની ગાંઠનું નિદાન થયું અને દીપિકાને એ દિવસોમાં બેકપેન હતું એટલે વિશાલની ફિલ્મ શરૃ થયા પહેલાંજ અટકી પડી હતી.
ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે દીપિકા પોતાનાં લગ્નની તારીખને ધ્યાનમાં રાખીને હાલ કોઇ નવી ફિલ્મ નહીં સ્વીકારે.
પરંતુ આ દિશામાં લેટેસ્ટ સમાચાર મુજબ એણે મેઘના ગુલઝારની એક ઓફ્ફ બીટ કહેવાય એવી ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં એ એકપક્ષી પ્રેમમાં પાગલ બનેલા યુવાન દ્વારા ફેંકાયેલા એસિડનો ભોગ બનેલી અને ત્યારબાદ ઊગરી ગયેલી યુવતીનો રોલ કરવાની છે.
લક્ષ્મી નામની એક યુવતી પર એસિડ ફેંકાયો હતો અને એ ગંભીર ઇજા થવા છતાં ઊગરી ગઇ હતી. મક્કમ મનોબળ દ્વારા એ હાલ જીવી રહી છે.
મેઘનાને લાગ્યું કે આ સ્ટોરી સમાજ સમક્ષ રજૂ કરવા જેવી છે એટલ એણે લક્ષ્મી વિશે ઉપલબ્ધ એટલી તમામ માહિતી ભેગી કરીને એની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી અને હવે એના પરથી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





