ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ તારણ આપતા કહ્યું છે કે બીયર હાથમાં હોવાની સ્થિતિમાં વ્યક્ત પોતાને વધૂ સેક્સી, સ્માર્ટ અનુભવ કરે છે. ફ્રાન્સ યૂનિવર્સિટીમાં લોરેન્ટબેગના નેતૃત્વમાં સાયકોલિજીસ્ટની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે હાથમાં શરાબ અથવા બિયર હોવાની સ્થિતિમાં તે પોતાને વધુ સેક્સી અનુભવ કરે છે. પ્રથમ તબક્કામાં અભ્યાસના ભાગરૂપે મોટી સંખ્યામં ડ્રીંકરોને આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસ દરમિાયન પુરુષોએ કહ્યું છે કે તેઓ શરાબ હાથમાં હોવાની સ્થતિમાં વધારે આત્મવિશ્વાસી અને સેક્સી અનુભવ કરે છે. જુદા જુદા પ્રકારની બિયર અને શરાબને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા બાદ લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. મિક્સ શરાબ પણ આમાં આવરી લેવામાં આવી હતી. શરાબનું સેવન કરતીવેળા લોકો પોતાને ખૂબ જ આત્મવિશ્વાસી અનુભવ કરે છે. શરાબ પીતી વેળા નવી નવી બ્રાન્ડને લઇને પણ ઉત્સુક્તા રહે છે. શરાબ પીતી વેળા ફિલ્મ નિહાળવા, ટીવી નિહાળવાની બાબત પણ હવે સર્વ સામાન્ય બની છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે શરાબ પીનાર વ્યક્ત પોતાને વધુ આકર્ષક પણ અનુભવ કરે છે. અભ્યાસના તારણ બ્રિટિશ જરનલ ઓફ સાઇકોલોજીસ્ટમાં પ્રકાશિત કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે પશ્ચિમી દેશોમાં શરાબ સામાન્ય બાબત છે. લોકો જુદા જુદા ફ્રુટની બિયરનો ઉપયોગ જેમાં બનાના બિયર, ફ્રુટ બિયરનો સમાવેશ થાય છે. બેલ્જયમમાં ૬૦ ટકા લોકો બનાના ફ્લેવરનો ઉપયોગ કરે છે. બ્રાઝિલ અને પશ્ચિમ જર્મનીમાં ફ્રુટ ડ્રીંકનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


