હૈદરાબાદ,તા.૨૧
તેલંગાણા વિધાનસભા ચૂંટણઈ ૨૦૧૮માં આ વખતે એક ટ્રાન્સજેન્ડર પણ કિસ્મત અજમાવવા માટે મેદાનમાં ઉતરી છે. રાજ્યની ૧૧૯ વિધાનસભા સીટ પર ૭ ડિસેમ્બરે એક જ તબક્કામાં થવા જઈ રહેલ ચૂંટણી માટે ૩૨ વર્ષીય ચંદ્રમુખીએ સોમવારે નામાંકન પત્ર દાખલ કર્યું, જે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, એટલે બહુજન લેફ્ટ ફ્રન્ટ (BLF)ની ટિકિટ પર ગોશામહલ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડવા જઈ રહી છે.
ચંદ્રમુખીને આ સીટ પર પૂર્વ મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશ ગૌડ તથા વિવાદોથી ઘેરાયેલ ભારતીય જનતા પાર્ટીના નેતા ટી રાજા સિંહ સાથે મુકાબલો કરવો પડશે. ચંદ્રમુખીએ કહ્યું કે, “કોઈ પણ પાર્ટી એક ટ્રાન્સજેન્ડરને ટિકિટ આપવા માટે આગળ ન આવી, હવે BLF એ મને ટિકિટ આપી છે, અને મેં મારું નામાંકન પત્ર દાખલ કર્યું છે.” ચંદ્રમુખીનું કહેવું છે કે આજકાલ તાકાત સમાજના માત્ર કેટલાક હિસ્સાને જ મળી શકે છે, અને તે જ બદલવા માગું છું.
તેમણે ગોશામહલ વિધાનસભા ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું, પૂછવા પર ટ્રાન્સજેન્ડર સામાજિક કાર્યકર્તા ચંદ્રમુખીએ જવાબ આપ્યો કે, ‘આ વિસ્તારના ઉત્તર ભાગમાં મોટાભાગે વેપારીઓ વસેલા છે, તથા અહિંની મહિલાઓને પણ ટ્રાન્સજેન્ડરની સમસ્યા વિશે જાણકારી છે. જણાવી દઈએ કે મૂળ રૂપે પુરુષ તરીકે જન્મેલી ચંદ્રમુખીએ ૧૫ વર્ષ પહેલા લિંગ પરિવર્તન કરાવવા માટે ઓપરેશન કરાવી લીધું હતું, અને ત્યારથી જ તે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો સાથે રહે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



