વરેડિયા પાસે કાર ભુખી પુલની રેલીંગ તોડી નીચે ખાબકતા એકનું મોત : એક ગંભીર

0
69

પાલેજ:

પ્રાપ્ત વિગતો મુજબ આજ રોજ બપોરના સમયે એક દંપતિ મૂળ સુરત રામજી નગર સોસા.ના અને  ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીનું વરેડિયા  ગામ નજીક ભૂખી ખાડીની રેલીંગ તોડી આશરે ૩૦ ફૂટ ઉંચી ખાઈમાં એક કાર નીચે ખાબકતા કારમાં સવાર દંપતિ પૈકી પોલીસ કર્મચારીનાં પત્નીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજવા પામ્યુ  હતું. રવિવારના રોજ બપોરના સમયે એક કાર ને.હા.૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામની ખાડી ભુખીના નાળા પરથી પસાર થઇ રહી હતી, તે વેળા અચાનક કોઇક કારણોસર કાર ચાલકે સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા અથવા અન્ય કોઇ કારણે કાર રેલીંગ સાથે અથડાઈને ખાડીમાં ખાબકતા કારમાં સવાર બે પૈકી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યું હતું. જ્યારે કાર ચાલક ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે અાગળની  તપાસ  હાથ ધરી છે.

રિપોર્ટર : ઉવૈસ લાંગીયા.પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY