ધો.૧૦નું પરિણામ ઊંચું લઈ જવા ૧૨ માર્ક સુધી ગ્રેસિંગ અપાશે

0
65

અમદાવાદ,
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧ર સામાન્ય પ્રવાહના પરિણામની લાખો વિદ્યાર્થીઓ રાહ જાઇ રહ્યા છે. ધોરણ-૧૦ના આગામી સપ્તાહે જાહેર થનારા પરિણામ પહેલાં ગણિત વિષયનું પરિણામ નબળું હોવાના સંકેતો સાંપડી રહ્યા છે.
ચાલુ વર્ષે ગણિત વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોવાનું જણાય છે. ગણિતના વિષયમાં ૬પ ટકા સુધી પરિણામ પહોંચાડવા માટે સરેરાશ ૧ર માર્ક્સનું ગ્રેસિંગ અપાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ગત વર્ષે ધોરણ-૧૦નું પરિણામ ૬૮.ર૪ ટકા જાહેર થયું હતું. આ વર્ષે ગણિતમાં સરેરાશ પરિણામ ઓછું હોવાનું જાણવા મળે છે. છેલ્લાં ૩ વર્ષથી અંદાજે ચાર લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થઇ રહ્યા છે. ર૦૧રમાં ગણિતમાં ૭૧.૮૧ ટકા, ર૦૧૩માં ૭૧.૧૧ ટકા, ર૦૧૪માં ૭૧.૧૧ ટકા, ર૦૧પમાં ૭ર.૬૩ ટકા, ર૦૧૬માં પપ.૦પ ટકા અને ર૦૧૭માં ૬૯.ર૬ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા.
આ વર્ષે ગણિતનું પ્રશ્નપત્ર અઘરું હતું. આ અંગે બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત એમ. એસ. પઠાણે જણાવ્યું હતું કે ગણિતમાં વિદ્યાર્થીઓનો પાયો નબળો પડી રહ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિ અમલમાં છે. તેઓ બોર્ડની પરીક્ષા આપવા સુધી પાસ થતા રહે છે, જેથી ધો.૧૦ સુધીની પરીક્ષા સુધીનો તેમનો પાયો નબળો રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY