અમદાવાદ,તા.૧
આગામી ૭મી માર્ચે રાજ્યના ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા શરૂ થવાના આડે હવે ગણતરીના માંડ ચાર દિવસ બચ્યા છે ત્યારે હોલ ટિકિટમાં મોટા પાયે ભૂલો હોવાનું બહાર આવ્યું છે. શાળાઓની લાપરવાહીના પરિણામે શિક્ષણ બોર્ડની કચેરીમાં રોજની ૩૦૦થી વધારે અરજીઓ આવી રહી છે.
૭મી, માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇ જ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ હાલમાં કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને હોલ ટિકિટમાં કોઇ જ પ્રકારની ભૂલો થાય નહી તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ પાસે ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.
પરંતુ એવું જાણવા મળે છે કે વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કેટલીક શાળાઓ ગંભીર હોતી નથી જે શિક્ષણ બોર્ડની ઓફિસમાં પરીક્ષાર્થીઓની હોલ ટિકિટમાં થયેલા છબરડા સુધારવા લાગેલી લાઈનો અને વિદ્યાર્થીઓની હોલ ટીકિટોમાં જાવા મળતી ભૂલો પરથી દેખાયું હતું.
આ અંગે શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે જણાવ્યું હતું કે ઓનલાઇન ફોર્મ શાળાઓ દ્વારા જ ભરવામાં આવે છે છે. શાળાઓએ ભરેલી વિગતોના આધારે હોલ ટિકિટ બનાવવામાં આવી છે. ઓનલાઇન ફોર્મમાં ભૂલો જાવા મળતા તેને સુધારવા માટે એક સપ્તાહ સુધીનું બોર્ડ દ્વારા ખાસ આયોજન કરાયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



