નાગરિકો પણ ન્યુ નવલખીમાં જ રહેવાનું કરે છે પસંદ
વાયુ વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા આજે દિવસભર સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ૬૫૦૦ થી વધુ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને જીલ્લા કલેકટરની દેખરેખ હેઠળ હેઠવાસમાં રહેતા લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે જોકે સ્થળાંતર કરવામાં ન્યુ નવલખીમાં નાગરિકોનો ભરાવો થયો છે બીજી તરફ અનેક શાળાઓ ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે
માળિયા પંથકમાં વાવાઝોડાની શક્યતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા હજારો લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે અને ૬૫૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે ત્યારે ન્યુ નવલખી ખાતેના આશ્રયસ્થાનમાં માત્ર બે રૂમની વ્યવસ્થા છે પરંતુ અહી વધારે લોકો એકત્ર થયા છે જયારે બીજી તરફ માળીયાના મોટા દહીંસરા ગામની કુમાર અને કન્યા શાળામાં લોકોને ખસેડાયા નથી તેવી માહિતી સુત્રો આપી રહયા છે
જે અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ન્યુ નવલખીમાં સ્થળાંતર થતા લોકોના સગા સ્નેહીઓ નજીક નવલખીમાં હોય જેથી તેઓ અહી રહેવા માંગે છે બીજી તરફ તંત્ર દ્વારા પણ બેદરકારી દાખવી હોય જેથી આ સ્થળે વધુ લોકોનો ભરાવો થયો જોવામ મળે છે જેથી ન્યુ નવલખીમાં વ્યવસ્થા ખોરવાઈ જાય તેવો ભય જોવા મળી રહ્યો છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





