વાયુ વાવાઝોડાને પગલે મોરબી જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે

0
160

૩૦ PHC સેન્ટર, ૬ CHC સેન્ટર સહીત ૩૦૦ નો સ્ટાફ તૈનાત

વાયુ વાવાઝોડાને પગલે મોરબી જીલ્લાનું તંત્ર ખડેપગે જોવા મળે છે ત્યારે મોરબી જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત થઇ ચુકી છે જેમાં ૩૦પીએચસી સેન્ટર, ૬ સીએચસી સેન્ટર, ૩૦ ડોક્ટર સહીત ૩૦૦ નો સ્ટાફ ખડેપગે જોવા મળે છે
મોરબી જીલ્લા આરોગ્ય વિભાગના ડૉ. વારેવડીયા પાસેથી મળતી માહિતી મુજબ સગર્ભા મહિલાઓ જેને પ્રસૃતિનો સમય નજીક છે તેવી મહિલાઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે સમજાવવાની કાર્યવાહી ચાલુ છે તેમજ સગર્ભા મહિલાઓના પરિવારને ઈમરજન્સી નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું છે વાવાઝોડાની સંભવિત વધુ અસર માળિયા તાલુકામાં જોવા મળી સકે છે જેને પગલે ત્યારે માળીયા (મી.) ના ત્રણ મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, સરવડ અને વવાણીયાને તમામ પ્રકારની આરોગ્યની સુવિધાઓથી સજ્જ કરી ત્રણેય કેન્દ્રો પર જનરેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તે ઉપરાંત 108 ની સુવિધા સાથે તમામ આરોગ્ય કેન્દ્રોને સીધા જોડી દેવામાં આવ્યા છે વાવાઝોડાની અસરને પગલે જરૂરિયાતમંદોને તાકીદે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડી સકાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY