મંગળવારે રાત્રે પડેલા મામૂલી વરસાદ માં વડિયા વૃંદાવન સોસાયટી નું ટ્રાન્સફોર્મર ફુંકાતા વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર સ્થાનિકોનો હલ્લાબોલ
પ્રિમોન્સુન કામગીરી દર વર્ષે કરાય છે પરંતુ વૃંદાવન પાસેના વીજ પોલ પર લટકતી વનસ્પતિ ન હટતા દર વર્ષે તકલીફ
રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીના ખાે ગયેલા વહીવટના કારણે મંગળવારે રાત્રે મામૂલી વરસાદમાં લાઈટો બંધ થયા બાદ કલાકો બાદ ફરી આવી હતી પરંતુ વડિયા વિસ્તારમાં ટ્રાન્સફરમાર ફૂંકાઈ જતા આખી રાત અંધારપટ છવાયો હતો માટે સ્થાનિક રહીશોએ વીજ કંપનીના ફરિયાદ કે્ર પર જઈ હલ્લાોલ કર્યો પરંતુ ડીપી ઉડી જતા રાત્રે કામગીરી થઈ શકી ન હતી
રાજપીપળાને અડીને આવેલા વડિયા ની વૃંદાવન સોસાયટી પાસે આવેલા વીજ પોલ ઉપર ઉગી નીકળેલી વનસ્પતિ ના કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન વીજળી ની ગંભીર તકલીફ રહેતી હોવા છતાં પ્રીમોન્સૂન કામગીરી ટાણે આ જગ્યા પર કોઈ કામગીરી ન થતા સમસ્યા વધે છે તેથી મંગળવારે રાત્રે મામૂલી વરસાદ માં વડિયા ની લાઈટો જતા કલાકો સુધી ન ચાલુ થતા સ્થાનિકો એ વીજ કંપનીના ફરિયાદ કેન્દ પર પહોંચી હલ્લાબોલ કર્યું પરંતુ ત્યાંથી એમ જાણવા મળ્યું કે ડીપી ઉડી ગઈ હોય સવારેજ કામગીરી થશે માટે વડિયા તરફ રહેતા લોકો એ આખી રાત અંધારપટ માં ભય હેઠળ કાઢવી પડી હતી કેમકે આ વિસ્તાર માં અવાર નવાર ચોરી ની ઘટના બની હોય ઉપરથી લાઈટો ન હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો .
રાજપીપળા શહેર અને આસપાસ ના વિસ્તારોમાં વસતી વધતા જુના ટ્રાન્સફોર્મરો ઓવરલોડ થતા લાઈટો ડીમ થવાની અને વારંવાર ડીપી બળી જવાની સમસ્યા હોવા છતાં વીજ કંપની આ બાબતે વર્ષો ની ફરિયાદ બાદ પણ કોઈ યોગ્ય કામગીરી ન કરતા આવી તકલીફ કાયમી બની ગઈ છે ત્યારે આ માટે યોગ્ય કામગીરી કરી લોકોની તકલીફ નો વીજ કંપની અંત લાવે તેવી માંગ ઉઠી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





