રાજય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાને ગંભીરતાથી લઈને મંત્રીઓને જુદાજુદા જિલ્લાઓની જવાબદારી સોપી દેવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લાની જવાબદારી કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાને સોપવામાં આવી હોવાથી તે આજે મોરબી આવી પહોચ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને જણાવ્યું હતું કે જીલ્લાના વહીવટી દ્વારા ૬૫૦૦ થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ કામગીરી ચાલુ છે
નવલખી બંદર થઈને મોરબી જીલ્લામાં વાવાઝોડું આવે તેવી શક્યતા જોવાય રહી છે જેથી લોકોની સલામતી માટે તેમને સલામત સ્થળો પર ખસેડી દેવામાં આવી રહ્યા છે જો કે મોરબી જીલ્લાની જવાબદારી કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાને સોપવામાં આવી હોવાથી તેઓ આજે મોરબી જીલ્લામાં આવી પહોચ્યા છે અને સરકાર દ્વારા મોરબી જીલ્લામાં આર્મીની એક ટીમને તેમજ એનડીઆરએફની એક ટીમને મોકલાવવામાં આવી છે તે ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી
મંત્રી કુંવરજી બાવરીયાએ જણાવ્યું હતું કે જીલ્લામાં વાવાઝોડું આવે તો જાનમાલ ને ઓછુ નુકસાન થાય તે માટે જીલ્લાના ૨૬ જેટલા ગામોમાંથી કુલ મળીને ૬૫૦૦થી વધુ લોકોનું વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે અને વાવાઝોડું આવે કે પછી પુરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોચી વળવા માટે સરકાર દ્વારા મોરબી જીલ્લામાં પુરતી વ્યવસ્થા કરવામાં અવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





