નર્મદા જિલ્લા પંચાયતમાં આર્થિક ગણતરી માટે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

0
11

રાજપીપળા :ભારત સરકાર દ્વારા સાતમી આર્થિક ગણતરી મોબાઇલ એપ દ્વારા હાથ ધરવામાં આવશે.જે અંતર્ગત જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન નર્મદા જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના CSC E-Governance Service India દ્વારા આગામી માસમાં સાતમી આર્થિક ગણતરી આઇ.ટી. પ્લેટફોર્મ દ્વારા થવાની છે,દેશમાં સૌ પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા આર્થિક ગણતરી હાથ ધરાશે.જે અનુસંધાને નર્મદા જિલ્લા પંચાયત ખાતે સંશોધન અધિકારી એ.જે.વસાણિયા,સંશોધન મદદનીશ અતુલ વસાવા,સિનિયર ક્લાર્ક એસ.આર.પટેલ તથા સીનીયર સ્ટેટેસ્ટિકલ ઓફિસર(એન.એસ.ઓ)બિશાલકુમાર સહરની અધ્યક્ષતામાં આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અધિકારીઓ દ્વારા આર્થિક ગણતરીનો સર્વે કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી,સમગ્ર વર્કશોપનું આયોજન નર્મદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેનેજરો દ્વારા કરવામાં આવ્યું.આ વર્કશોપમાં જિલ્લા અને તાલુકા કક્ષાના સુપરવાઈઝર અને જિલ્લા પંચાયત આંકડા શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચીફ રિપોર્ટર,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY