મોરબીમાં વાવાઝોડા દરમિયાન રાહત-બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની ટીમ તૈનાત

0
179

ઇન્ડિયન આર્મીના જવાનોની ટીમ મોરબી પહોંચી,

“વાયુ” વાવાઝોડાના આગમન પૂર્વે મોરબી જીલ્લામાં એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે અને હજારો લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યારે વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદ રાહત અને બચાવની કામગીરી ઝડપથી થઇ સકે તે માટે ઇન્ડિયન આર્મીની ટીમ પણ મોરબી આવી પહોંચી છે

મોરબી જીલ્લાના નવલખી બંદર તેમજ મોરબી શહેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી સકે છે જેથી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા ભરવામાં આવી રહયા છે અને સવારથી એનડીઆરએફ ટીમ તૈનાત થઇ ચુકી છે અને બપોર બાદ મોરબીમાં ઇન્ડિયન આર્મીની ટીમ પણ પહોંચી ગઈ છે જેને તૈનાત કરી દેવાઈ છે

ઇન્ડિયન આર્મીની ટીમ વાવાઝોડા દરમિયાન તેમજ બાદમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રાહત અને બચાવની કામગીરી કરી સકે જેથી અગાઉ જ તૈનાત કરવામાં આવ્યા છે ઇન્ડિયન આર્મીની ટીમ પાસે પુર જેવી સ્થિતિમાં ઉપયોગી થઇ સકે તેવા સાધનો ઉપલબ્ધ છે અને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી માટે ઇન્ડિયન આર્મીને તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેથી મોરબી જીલ્લામાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે રાહત બચાવ કામગીરી ચાલતી રહેશે સાથે જ ઓછામાં ઓછું નુકશાન થાય તેવી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY