ન્યુ દિલ્હી,
તા.૧૧/૪/૨૦૧૮
બોલો..૯૦ હજાર પદ માટે ૨.૫૦ કરોડ અરજીઓ આવી

૯,૦૦૦ તલાટી માટે ૧૦ લાખ અરજી,નોટબંધીના સમયગાળામાં બેરોજગારીનો દર ઘટયો,મે મહિનામાં માત્ર ૬ લાખ જ નોકરીઓ ઊભી થશે,પીએચડી કરેલાં પણ પટાવાળા બનવા તૈયાર
ભારતમાં રોજગારી એક મોટી સમસ્યા બની રહી છે. દુનિયાના સૌથી વધુ યુવાનો ધરાવતા દેશમાં બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. તાજેતરમાં ભારતમાં બેરોજગારીની સંખ્યા અંગે એક અહેવાલ રજૂ થયો છે. આ અહેવાલ અને યુએનના અહેવાલ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૬માં ભારતમાં ૧ કરોડ ૭૭ લાખ લોકો બેરોજગાર હતા. જે વર્ષ ૨૦૧૭માં વધીને ૧ કરોડ ૭૮ લાખ થયા. આવનારા વર્ષમાં આ આંકડો ૧ કરોડ ૮૦ લાખને પાર થઈ જશે. જ્યારે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડયન ઇકોનોમીની વેબસાઇટ પ્રમાણે માર્ચ મહિનામાં દેશના ૩.૧ કરોડ લોકો બેરોજગાર હતા. દેશમાં બેરોજગારીની ટકાવારી ૬.૨૩ ટકા હતી ત્યારે દેશની આ સ્થતિ હતી. ૯ એપ્રિલના રોજ આ ટકાવારી ૬.૪ ટકા થઇ. અહેવાલના મતે દેશના ૧૧ કરોડથી વધુ લોકો સારી નોકરીની શોધમાં છે.
જાન્યુઆરી ૨૦૧૮માં દેશમાં બેરોજગારીની ટકાવારી ૫ ટકા હતી, જે ફેબ્રુઆરીમાં વધીને ૬.૧ ટકા થઇ જ્યારે એપ્રિલ મિહનામાં તેમાં મોટો વધારો જાવા મળ્યો જે વધારો હવે ૬.૪ ટકા થયો છે. ફેબ્રુઆરીમાં જ્યારે બેરોજગારીની ટકાવારી ૬.૧ ટકા પહોંચી હતી ત્યારે આ ટકાવારીને ૧૫ મહિનાની સૌથી વધારે ટકાવારી માનવામાં આવી રહી છે. જુલાઈ ૨૦૧૭માં સૌથી ઓછી બેરોજગારીની ટકાવારી નોંધાઇ હતી. જ્યારે ૩.૪ ટકા બેરોજગારી દર નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ બેરોજગારીની ટકાવારીમાં સતત વધારો થતો ગયો. સીએમઆઇઇના રિપોર્ટ પ્રમાણે માર્ચ ૨૦૧૬માં દેશમાં કુલ ૭ કરોડ ૮૦ લાખ બેરોજગારો હતા.
એનડીએ સરકારના સમયમાં સૌથી મોટી ભરતીફેબ્રુઆરી ૨૦૧૮માં નીકળી હતી. આ દરમિયાન રેલવે ભરતી બોર્ડે ૯૦ હજાર નોકરીઓ માટે જાહેરાત આપી હતી. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયા સુધી રેલવેમાં વિવિધ પદ માટે ૨.૫ કરોડ લોકોએ ઓનલાઇન અરજી આપી હતી.
તાજેતરમાં મધ્ય પ્રદેશમાં ૯,૨૩૫ તલાટી માટે ૧૦ લાખથી વધારે લોકોએ અરજી કરી હતી. મધ્ય પ્રદેશમાં આશરે ૧ કરોડ ૪૧ લાખ યુવાનો છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં ૫૩ ટકા બેરોજગાર વધ્યા છે. ડિસેમ્બર ૨૦૧૫માં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા ૧૫.૬૦ લાખ થઇ ગઈ હતી.
નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીના સમયગાળામાં બેરોજગારીની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જ્યારે યુવાનોનું લક્ષ્ય નોકરી શોધવાના બદલે નવા સ્કેલને શીખવાનું હતું. આ સમયગાળામાં લેબર પાર્ટિસિપેશન રેટ ૪૬થી ૪૮ ટકાની વચ્ચે હતો. જ્યારે જુલાઈ ૨૦૧૭માં આ ટકાવારી ૪૩ ટકા હતી. સીએમઆઇઇના અંદાજ પ્રમાણે આ ૪૪ ટકા આગળ વધી શકે છે. જાકે, આ પહેલાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, દેશમાં ૮૦ ટકા એન્જનિયર અને ૯૦ ટકા મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ નોકરી માટે યોગ્ય નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







