ગાંધીનગર,તા.૧૨
ગુજરાત વિધાનસભાના ૧૩ વિધેયકોને રાજ્યપાલ દ્વારા મંજૂરી મળી ગઈ છે. રાજ્યપાલની મંજૂરી મળતા હવે આ વિધેયકો ગુજરાતમાં કાયદા તરીકે અમલ કરવામાં આવશે. એક વિધેયક ને રાષ્ટપતિ ની મંજૂરી માટે મોકલાયા બાદ, કેન્દ્ર ના કાયદા સ્પર્શતા હોવાથી આ વિધેયક ની મંજૂરી માટે રાષ્ટપતિ ની અનુમતિ આવશ્યક છે.
ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ બાબતના અધિનિયમને રાષ્ટપતિની મંજૂરી માટે મોકલાયો હતો. રાજ્યપાલે મંજુર કરેલા ૧૪ વિધેયકોમાં સૌથી મહત્વનો અનુસૂચિત જાતિ, આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણ પત્ર કાઢી આપવા અને ખરાઈ કરવા બાબત નું નિયમન વિધેયક છે.
આ વિધેયકને કાયદા નું સ્વારૂપ મળતા હવે જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવી સરકારી લાભ લેનાર વ્યક્તિને ૬ માસ થી લઈ ૩ વર્ષની કેદ, રૂપિયા ૧૦ હજારથી લઈ ૫૦ હજાર સુધીનો દંડ અને ખોટું પ્રમાણ પત્ર કાઢી આપનાર અને મદદ કરનાર ને પણ આજ પ્રમાણે સજા થશે.
પોલીસ અધિકાર ક્ષેત્ર ને બિન જમીન પાત્ર ગુનોહ ગણવામાં આવશે. ગુજરાત પોલીસ સુધારા વિધેયક પણ મંજૂરી, જે અંતર્ગત રેસ્ટોરન્ટ અને ઇટિંગ હાઉસ ને પોલીસ લાઇસન્સ મેળવવા ની પ્રક્રિયામાંથી મુક્તિ અપાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






