ચંડીગઢ,તા.૧૨
તાજેતરમાં પંજાબના ૨૭ લોકોના પાર્થિવ દેહ ઈરાકના મોસુલથી સ્વદેશ પાછા લાવવામાં આવ્યા છે. હવે ફરી પાછા ચાર પાડોશી રાજ્યોના લોકોની સાથે ૨૭ પંજાબીઓ સાઉદી અરેબિયા અને યુએઈમાં ફસાયા હોવાના અહેવાલ છે. આ લોકોની જાણકારીને પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયકિશન સિંહ અને આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા હરજાતસિંહ બેંસે મંગળવારે વિદેશ મંત્રાલયને મોકલી હતી અને મદદ માટેની ગુહાર લગાવી હતી. હરજાતસિંહ બેંસે જણાવ્યુ છે કે નકલી ટ્રાવેલ એજન્ટ્સના માધ્યમથી તમામ લોકો ખાડી દેશોમાં પહોંચ્યા હતા.
અહીં તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. હવે તેઓ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ વગર સ્વદેશ પાછા ફરી શકે તેમ નથી. અંગ્રેજી અખબારના અહેવાલમાં બેન્સને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ત્રણસોથી વધુ પંજાબીઓ વિભિન્ન દેશોમાં ફસાયેલા હોવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





