ડિજિટલ યુગમાં ભારત દેશ પ્રવેશ કરી રહ્યું છે છતાં આ ગંભીર બાબતે તંત્ર સમયસર કામ કરે અથવા કોઈ વૅકલ્પિક વ્યવસ્થા ઉભી કરે તેવી માંગણી.
રાજપીપલા :
નર્મદા જિલ્લો અલગ થયાને 20 વર્ષ જેવો સમય થવા છતાં દેશ જયારે ડિજિટલ યુગ તરફ પ્રયાણ કરી રહ્યો છે છતાં ડેડીયાપાડા અને સાગબારા જેવા તાલુકામાં તંત્ર હજુ લેટ લતીફ ની માફક આળસ ખંખેરતું ન હોય એમ લાગી રહ્યું છે કેમકે ડેડીયાપાડા અને સાગબારા તરફ ના સ્ટેમ્પ વેન્ડરો ને દર વર્ષે લાઇસન્સ સમય મર્યાદા માં રીન્યુ ન થતા પ્રજા અને ખુદ સ્ટેમ્પ વેન્ડરો ને હેરાનગતિ થઈ રહી છે ત્યારે હાલ ડેડીયાપાડા ના વકીલ હિતેશ દરજી સહિતના વકીલોએ આ માટે ડેડીયાપાડા ના નાયબ કલેક્ટર ને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે વર્ષો ની આ સમસ્યા છે ત્યારે આમ તો 31 મી માર્ચ સુધીમાં આ લાઇસન્સ સમયસર રીન્યુ થવા જોઈએ પરંતુ ઘણા વર્ષો થી એ થતા નથી જેના કારણે સ્ટેમ્પ ની જરૂરિયાત વાળા લોકો ને અંકલેશ્વર કે રાજપીપલા સુધી લાંબા થવું પડે ત્યારે મામૂલી સ્ટેમ્પ માટે તેમના વધુ પૈસા નો બગાડ પણ થાય છે અને ઈ સ્ટેમ્પ પણ વારંવાર ઇન્ટરનેટ ખોટકાવાના કારણે સમયસર મળતા નથી માટે પ્રજાની તકલીફને ધ્યાને રાખી સમયસર લાઇસન્સ રીન્યુ કરો અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા વકીલો એ લેખિત રજુઆત કરી છે .ત્યારે આવનારા દિવસો માં તંત્ર શું પગલાં લે છે એ જોવું રહ્યું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






