ભરૂચ ફિરદોશપાર્ક એપાર્ટમેન્ટમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી પોલીસ

0
9512

પોલીસ અધિક્ષક સંદીપસિંહ ભરૂચ જિલ્લાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ “બી” ડીવીઝન પો.સ્ટે.માં રજી. થયેલ હત્યાનો ગુનો શોધી નાંખવા માટે એસ.સી.તરડે પો.ઇન્સ. એલ.સી.બી એ ટીમ બનાવી તપાસ શરૂ કરેલ હતી.

ગત તારીખ ૧૦/૦૪/૨૦૧૮ ના રોજ ભરૂચ ટાવર રોડ, પાસે ફિરદોશપાર્ક એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૩૦૪ માં રહેતા સુલેમાન મહંમદ બાવા ઉર્ફે અનવરબાવાની લાશ શંકાસ્પદ હાલતમાં તેઓના ઘરમાંથી મળી આવેલ જે બાબતે ભરૂચ શહેર “બી” ડીવીઝન પો.સ્ટે. અકસ્માત મોત રજીસ્ટર કરી મરણ જનારની લાશનુ પી.એમ. કરાવતા મરણ જનાર અનવરબાવાનુ હત્યા થયેલ હોવાની હકિકત જણાઇ આવેલ જે બાબતે હત્યાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ હત્યાનો ગુનો શોધી કાઢવા માટે કટીબધ્ધ થઇ પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ પો. ઇન્સ. એલ. સી.બી.એ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરેલ.

આ કામે મરણ જનાર અનવરમીંયાં એકલા રહેતા હતા જેઓ ભરૂચ પરદેશીવાડમાં રહેતા ડૉ. સરફરાઝ ઘડીયાળીના કલીનીક પર અવાર નવાર બેસવા માટે જતા હતા અને તેઓ વચ્ચે સારી મિત્રતા હતી તેમજ ડૉ. સરફરાઝ અને તેમનો કંપાઉન્ડર જાવીદ શેખ અવાર નવાર અનવરબાવાના ઘરે આવતા જતા હતા જેઓ બંને અનવરબાવાની દરેક વાતથી પરીચીત હોવાની હકિકત જણાઇ આવેલ. ડૉ સરફરાઝ મીંયા અહેમદ ઘડીયાળી રહેવાસી પરદેશીવાડ, મહંમદપુરા રોડ ભરૂચ તથા જાવીદ અબ્દુલમજીદ શેખ રહેવાસીએ મુસ્લીમ ખારવાવાડ ભરૂચ ની ગુના ના કામે પુછપરછ કરતા સૌ પ્રથમ અલગ અલગ સ્ટોરી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ પરંતુ તેમની સ્ટોરીમાં વિસંગતા જણાતા ખૂબ જ ઝીણવટભરી રીતે યુકિત પ્રયિક્ત પૂર્વક ઘનિષ્ઠ પુછપરછ કરતા બંને જણા પડી ભાંગેલ અને ઠંડા કલેજે અનવરબાવાની હત્યા કર્યા ની કબૂલાત કરેલ છે અને મરણ જનાર અનવરબાવાને એન્ટીક સિકકા તથા વિદેશી ચલણી નોટોનો સંગ્રહ કરવાનો શોખ હતો અને અનવરબાવા પાસે આશરે ૫,૦૦,૦૦૦/- જેટલી કિંમતના એન્ટીક સિકકા અને વિદેશી ચલણી નોટો હોવાની ડૉ.સરફરાઝને ખબર પડતા ડૉ. શરફરાઝે તેના કંપાઉન્ડર જાવીદ શેખ સાથે મળીને અનવરબાવા પાસેથી કોઇ પણ રીતે એન્ટીક સિક્કા તથા ચલણી નોટોની લૂટ કરી લેવાનુ નક્કી સુનિયોજીત કાવતરૂ કરી તા.-૦૮/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના મરણ જનાર અનવરબાવાના ફલેટ પર ગયેલા અને અનવરબાવાના ગળે દોરીથી ફાંસો આપી તીક્ષ્ણ છરીથી ગળાના ભાગે ઇજાઓ કરી હત્યા કરી ઘરમાંથી એન્ટીક સિકકાઓ, વિદેશી ચલણી નોટો તથા ભારતીય ચલણી નોટોની લૂટ કરી લઇ ગયેલ જે એન્ટીક સિકકા નંગ- ૧૭૬૦ જેની કિંમત રૂપીયા આશરે ૫,૦૦,૦૦૦/- વિદેશી ચલણી નોટો તથા ભારતીય ચલણી નોટો રૂપીયા ૪૫,૬૩૯/- મળી કુલ રૂપીયા ૫,૪૫,૬૩૯/- તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ બજાજ પલ્સર કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪૦૦૦/- મળી કુલ રૂપીયા ૫,૮૯,૬૩૯/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ મેળવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY