નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્રારા ૬૦૦ કિલો ઉપરાંતના ગાંજા સાથે ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો….

0
21

ભરૂચ હાઈવે પર મળેલ બાતમીના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી અને તેમની ટીમ દ્રારા ૬૦૦ કીલો ઉપરાંતનો ગાંજાના ભરેલ ટ્રક સહિત ૪ પુરૂષ આરોપી અને એક મહિલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

બનાવ ની મળતી માહીતી મુજબ ભરૂચની નર્મદા ચોકડી નજીક ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધીને બાતમી મળી હતી કે ભરૂચ ના હાઈવે નંબર ૮ પરથી અમુક નંબરની ટ્રકમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો આવી રહ્યો છે જે અંગે તેવો અને તેમની ટીમ દ્રારા ભરૂચ હાઈવે પર વોચ ગોઠવી ટ્રક નંબર યુપી-૮૧-સીટી-૦૬૩૫ આવતાં રોકી તેની તલાશી લેતાં તેમાંથી અંદાજીત ૬૦૦ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી મુદ્દામાલ સાથે ૪ પુરૂષ આરોપીઓ અને એક મહિલા આરોપી સાથે કરોડોનો મુદ્દામાલ સાથે ટ્રકને અને એક એક્ટિવા ગાડી નંબર જીજે-૧૬-બીજે-૪૮૦૩ ને કબ્જામાં લઈને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત માં દારૂ અને ગાંજો મોટી માત્રામાં ઘુસાડવામાં આવી રહ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે જોકે બાતમી હોવાના કારણે ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને આટલી મોટી સફળતા મળી છે બાકી કેટલોય માલ અલગ અલગ ચોર રસ્તાઓ પરથી ગુજરાત માં પ્રવેશ કરાવવામાં આવે છે.જો દરેક પોલીસ દ્રારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવે તો ગુજરાત વ્યસન મુકત બની શકે છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY