ભરૂચ કેબલ બ્રીજ સમીતી દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતી નિમિત્તે કેક કાપી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

0
49

ભરૂચ;

ભરૂચના ઝાડેશ્વરથી પસાર થતા નેશનલ હાઇ-વે નંબર-૮ પર નર્મદા નદી પર બનાવેલ ભારતના સૌથી મોટા કેબલ બ્રીજનું નામ ડૉ.બાબાસાહેબ આંબેડકર આપવામાં આવે તેવી માંગણી સાથેની લડત છેલ્લા બે વર્ષોથી ચાલતી આવેલી છે.
ગત વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા સદર બ્રીજનું ઉદ્‌ઘાટન કરી લોકાર્પણ કર્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામઆ બ્રીજ સાથે જોડવાની લડત આપનાર આગેવાનો તેમજ તેના કાર્યકરોની વડાપ્રધાનના લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી અને સદર બાબતે લડત આપનાર સંઘર્ષ સમીતીની માંગ મુજબ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ બ્રીજ સાથે જોડવામાં આવેલ ન હોતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમીત્તે ભારત દેશના વડાપ્રધાન ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતના બંધારણ ના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ ભારતના સૌથી મોટા ઝાડેશ્વર સ્થિત કેબલ બ્રીજ સાથે જોડવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ કેબલ બ્રીજ ઉપર કેક કાપી ડૉ. બાબાસાહેબ આંબેડકરની ધૂન સાથે ૧૨૭મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સાથે કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિના આગેવાન મહેશ પરમાર અને તેમના સભ્યોએ
દુઃખ સાથે જણાવ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકર નામનો ઉપયોગ કરી રાજનીતી કરનાર દેશના ચૂંટાયેલા લોકોએ આજ દિન સુધી ભારત ના કોઇ પણ બ્રીજ,બંધ,ડેમ, કે રાષ્ટ્રીય હવાઇ મથકો, રેલ્વે સ્ટેશનો સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામને ના જોડી અન્યાય કરેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કેબલ બ્રીજનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર જાહેર કરે તો લોકોમાં વિશ્વાસ બેસે કે ખરેખર તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા સાથે સહમત છે હોવાની વાત કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY