બાબા સાહેબ આંબેડકર કોઈ એક નેતાની જાગીર નથીઃ પૂનમ મહાજન

0
121

અમદાવાદ,
તા.૧૪/૪/૨૦૧૮

ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ બીજેપીના સાંસદ પૂનમ મહાજન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે અમાદવાદ ખાતે ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના સેમિનારમા હાજરી આપી હતી. આ દરમિયાન પૂનમ મહાજને મીડિયા સાથે વાતચીત કરતા દલિત નેતા તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું હતું.

પૂનમ મહાજને જીગ્નેશ મેવાણી પર નિશાન સાધતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર કોઈ એક વ્યક્તિ કે નેતાની જાગીર નથી. તેઓ આખા ભારત દેશની તાકાત છે. કોઈની ધમકીથી કંઇ ફરક નહીં પડે. અમે બધા યુવાનો સાથે મળીને બાબા સાહેબને પુષ્પાંજલિ આપીશું. બાબા સાહેબ પર જેટલો હક તેમનો છે એટલો જ અમારો છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની રેપ બાદ હત્યાના બનાવ પર નિવેદન આપતા સાંસદ પૂનમ મહાજને કહ્યું હતું કે, ‘બળાત્કાર એ બળાત્કાર છે. તેને કોઈ ધર્મ કે સમાજમાં વિભાજીત ન કરી શકાય. પોલીસે પોતાનું કામ કરવું જાઈએ. જે લોકો દોષી છે તેમને કડક સજા થવી જાઈએ.’ આ બંને કેસમાં પૂનમ મહાજને સરકારથી કોઈ ભૂલ થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY