બિહારમાં મૌર્ય એક્સપ્રેસમાં રેલવેનો પાટો ઘૂસી જતાં એકનું મોત : બે ગંભીર

0
16

લખીસરાય,
તા.૧૪/૪/૨૦૧૮

બિહારના લખીસરાય જિલ્લામાં કિઉલ રેલવે જંકશન પાસે શનિવારે સવારે ટ્રેન દૂર્ધટના થતા થતા રહી ગઇ. ૧૦ ફૂટ લાંબો રેલવેનો પાટો મૌર્ય એક્સપ્રેસના એન્જીન પછીના ડબ્બામાં ઘુસી જવાથી એક યાત્રીની મોત થઇ ગઇ છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પોલીસ પ્રમાણે કિઉલ રેલવે સ્ટેશનની પાસે હટિયા-ગોરખપુર મૌર્ય એક્સપ્રેસ જે ટ્રેક પરથી જઇ રહી હતી તની પાસે મુકેલા રેલના પાટામાંથી એક ૧૦ ફૂટનો પાટો અચાનક બોગીમાં ઘુસી ગયો હતો. જેના કારણે એક વ્યક્તિની મૃત્યુ થઇ ગયું છે. મૃતકની ઓળખ સહારનપુરના મંગળ સેઠ તરીકે થઇ ગઇ છે.

આ ઘટના દરમિયાન પ્રચંડ અવાજના કારણે રેલગાડીમાં અફરાતફરી મચી ગઇ હતી. પૂર્વ-મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારે જણાવ્યું હતું કે ઘટના પછી થોડીવાર માટે ઝાઝા-કિઉલ સ્ટેશનો પર ટ્રેનોનું આવનજાવન ઠપ્પ કરી દીધું હતું પરંતુ હવે સામાન્ય થઇ ગયું છે.તેમણે કહ્યું કે આ મામલાની તપાસ થઇ રહી છે. તેમણે કોઇ ષડયંત્રની આશંકા દર્શાવતા કહ્યું કે જૂના પાટા રેલવે પાટાની બાજુમાં જ મુકવામાં આવે છે પરંતુ આવું પહેલા ક્્યારેય નથી થુયું. તેમણે જણાવ્યું કે મૌર્ય એક્સપ્રેસ પણ રવાના થઇ ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY