કચ્છ,તા.૨૦
લોકસભા ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તૈયારી શરૂ કરી દીધી છે. કચ્છ લોકસભા બેઠકને લઈ કોંગ્રેસ દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ લોકસભા બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણી લઈને રણનીતિ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ લોકસભા બેઠકના પ્રભારી ખુરશીદ અહેમદ સૈયદ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી પ્રવીણ મારૂં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ સ્થાનિક ઉમેદવાર ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે. સ્થાનિક આગેવાનોએ બહારના ઉમેદવારપને ટિકિટ આપવાની ચોખ્ખું ના કહી દીધુ છે. હાલ કચ્છ લોકસભા બેઠક કોકિલા બેન પરમાર અને નૌશાદ સોલંકી સહિતના બે બારાતું ઉમેદવાર નામ ચાલી રહ્યા છે. સંગઠન અને ચૂંટાયેલા સભ્યોએ સ્થાનિક કચ્છના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી પ્રભારી સમક્ષ રજૂઆત કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



