એ.સી.માં બેઠેલા પી.એમ,સી.એમ.સહિતના મંત્રીઓ પર પરિક્રમા વાસીઓનો આક્રોશ..આ છે વિકાસ…?!

0
95

નર્મદા પરિક્રમા દરમિયાન 41 ડીગ્રી તાપમાનમાં 10 જેટલા પરિક્રમવાસીઓ બેભાન:વહીવટી તંત્ર દ્વારા કોઈ જ આગવી વ્યવસ્થા ન કરાઇ હોવાનો શ્રધ્ધાળુઓનો આક્ષેપ.

ચૈત્રી માસમાં થતી પંચકોશી પરિક્રમામા હજારો લોકો ઉમટી પડ્યા,ઠેર ઠેર ધક્કામુક્કી-પડાપડીના દ્રશ્યો સર્જાયા,વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી.

રાજપીપળા:ચૈત્રી માસના શરૂઆતમાં જ દર વર્ષે નર્મદા નદીની નાની પંચકોશી પરિક્રમા થાય છે.એ મુજબ આ વર્ષે પણ ગુજરાત અને ગુજરાત બહારથી રવિવારે  હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ નર્મદા જિલાના કીડીમંકોડી ઘાટ પર ઉમટી પડ્યા હતા.પરંતુ આ દિવસે પરિક્રમા દરમિયાન નર્મદા નદીના કાંઠાની કેટલીક જગ્યાઓ પર પડાપડી-ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા.સતત 4-5 કલાક સુધી સામે પાર જવા નાવડીની રાહ જોઈને ઉભા રહેલા 10 જેટલા પરિક્રમવાસીઓ તો 41 ડિગ્રી તાપમાનમાં રીતસરના બેભાન પણ થઈ ગયા હતા.ત્યાં કોઈ આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ ન હોવાથી એમને પ્રાથમિક સારવાર પણ મળી ન હતી.

જોકે ત્યાં પોલીસની વ્યવસ્થા તો હતી પરંતુ જરૂરિયાત કરતા ઘણી ઓછી હતી.તાપમાં કંટાળેલા લોકો પોલીસને પણ ગાંઠતા ન હતા સામે પાર જવા નાવડીમાં બેસવા રીતસરની પડાપડી કરતા હતા.એક સમયતો એવો પણ આવ્યો હતો કે લોકોને સાચવવા માટે પોલીસે પણ હાર માની લેવી પડી હતી.આ પરિક્રમામા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે એવી વહીવટીતંત્રને સુપેરે ખબર હોવા છતાં કોઈ વ્યવસ્થા કેમ ન કરાઇ? શું વહીવટીતંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી છે?સહિત અનેક પ્રશ્નો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે.સાથે સાથે હવે પછી તંત્ર દ્વારા આરોગ્ય,વિસામાં માટે ટેન્ટ, સામે પાર જવા વધુ નાવડીઓની વ્યવસ્થા કરાય એવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

આ તમામ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા પરિક્રમાવાસીઓએ સીધો પીએમ મોદી સહીત સી.એમ.સહિતના એ.સી. માં બેસતા મંત્રીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કે મોદી સાહેબ અને તેમના મંત્રીઓ હાલ ગરમીમાં એ.સી માં બેઠા હશે અમે અહીંયા વ્યવસ્થાના અભાવે ગરમીમાં તપીએ છીએ.મોદીના રાજમાં તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી.તો બીજી બાજુ રાજપીપળા અને આસપાસની સેવાભાવી સંસ્થાઓએ પરિક્રમાવાસીઓ માટે જમવા સહિત લીંબુ સરબત અને છાશની વ્યવસ્થા કરી વહીવટીતંત્રને જાણે લપડાક મારી હતી ત્યારે તંત્ર ની નિષ્કાળજી સામે સેવાભાવી સંસ્થા ના લોકો એ માનવતાભર્યું ઉત્તમ કાર્ય પાર પડ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY