રાજપીપલા માં છેલ્લા એક વર્ષ થી ચાલતા દરાજ ના વાવર થી કંટાળેલા લોકો
મોટા શહેોના સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે પણ દવા કરાવવા છતાં ફરી થતી આ ચામડીની તકલીફ માં અતિશય ખંજવાળ અને એક બાદ એક ઘરના સભ્યો લગતા ચેપ થી ોકો ત્રાહિમામ,,આર્યુવેદીક,એલોપેથી જેવી તમામ દવા કરવા છતાં તકલીફ નો કોઈ કાયમી ઉકેલ નથી મળ્યો
તબીબો સહીત જાણકારોનો દરાજની તકલીફ બાબતે અલગ અલગ મત, જાત જાતની દવા મલમ બાદ પણ હંમેશ માટે કાબુમાં ન આવતી આ તકલીફ થી લોકો કંટાળ્યા
રાજપીપલા: રાજપીપલા માં છેલ્લા લઘભગ એક વર્ષ થી ઘણા લોકોને ચામડીની દરાજ નામની બીમારી સતાવી રહી છે ત્યારે વડોદરા સુરત જેવા મોટા શહેરોમાં જેઇ હજારોની દવા કરવા છતાં થોડા સમય બાદ આ તકલીફ જે તે વ્યક્તિને ફરી થતી હોવાથી આ તકલીફ માં સપડાયેલા લોકો હવે કંટાળી ચુક્યા છે
ગત વર્ષે નાંદોદ ના બ્લોક હેલ્થ ઓફિસરે લોકોની ફરિયાદ બાદ આશાપુરી મંદિર વિસ્તાર માં એક મફત મેડિકલ કેમ્પ પણ આ માટે ખાસ રાખ્યો હતો જેમાં ચામડીના જાણીતા ડોક્ટર દ્વારા દવા,મલમ સહીત ની સારવાર અપાઈ હતી પરંતુ દવા પુરી થયા બાદ ફરી આ તકલીફ વારંવાર દેખ દેખા દેતા હવે લોકો કંટાળી ચુક્યા છે ત્યારે આ દરાજ રાજપીપળામાં કેમ થાય છે અને એનો કાયમી ઉકેલ શું એ બાબતે જાતજાતની અટકળો દૂર કરવા છતાં હજુ આ વાવર હટવાનું નામ નથી લેતો જેમાં નાના બાળકો,મહિલાઓ,મોટેરાઓ સહીત ગમેતેને આ તકલીફ ઉભી થાય છે ત્યારે આ તકલીફનો ક્યારે અંત આવશે એ કેહવું મુશ્કેલ છે.જો કોઈ આ માટેનો કાયમી હલ જાણતા હોય તો નીચેના નંબર પર જાણ કરી સેવાનું કાર્ય કરવા વિંનતી .
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




