બાળલગ્ન એ સામાજિક અપરાધ છે તથા સજાપાત્ર ગુનો છે

0
16

રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ સામાજિક કાયદાઓનો અમલ કરવામાં આવે છે, જે અનુસાર ૨૧ વર્ષથી નીચેની વયનો પુરૂષ અને ૧૮ વર્ષથી નીચેની ઉંમરની કન્યા જો લગ્ન કરે તો તે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હેઠળ ગુનો બને છે. જેમાં વર-કન્યાના માતા-પિતા, ગોર મહારાજ કે બાળલગ્નને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપનાર, બાળલગ્નમાં હાજરી આપનાર તમામ વ્યક્તિઓને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને એક લાખ સુધીના દંડની સજા થઇ શકશે. સગીર વયે ાળલગ્ન થવાના કારણે કુપોષિત બાળકોનો જન્મ થાય છે. આરોગ્ય જોખમાય છે. ગરીબી, બેકારી તથા શિ્ષણ પુરતા પ્રમાણમાં આપી શકાતું નથી અને સામાજિક વ્યવસ્થા જોખમાય છે. બાળલગ્ન બાળકના વિકાસ, શિક્ષણ તેમજ ભવિષ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. છોકરા કરતા છોકરીના જીવન ઉપર બાળલગ્નની વધુ ઉંડી અને વધુ ગંભીર અસર થાય છે. તેમજ છોકરી કિશોરાવસ્થામાં જ સગર્ભા બને છે. જેને કારણે તેના જીવનું જોખમ થઇ શકે છે તથા તેના બાળકનું કુપોષણ તથા મૃત્યુનો ભય રહે છે. બાળલગ્ન તેના મુળભુત અધિકારો જેવા કે શિક્ષણ, આરોગ્ય, પોષણ, હિંસા, સતામણી અને શોષણ સામે રક્ષણ મેળવવાથી વંચિત રાખે છે. ઉપરાંત બાળકો પાસેથી તેમનું બાળપણ છિનવી લે છે. બાળલગ્ન એ બાળ અધિકારોનું ઉલ્લંઘન છે.

  આપના આજુબાજુના વિસ્તારમાં આવું જો કોઇ બાળલગ્ન થવાનું હોય તથા થતું જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તથા પોલીસ કંટ્રોલ રૂમ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં- ૧૧, ભોંયતળીયે, જિલ્લા સેવા સદન, નર્મદા (રાજપીપલા) ને ટેલીફોન – ૦૨૬૪૦- ૨૨૪૫૩૫ પર જાણકારી આપવા અથવા લેખિતમાં જાણકારી આપવા જાહેર હિતમાં વિનંતી છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, જેની નોંધ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,નર્મદા દ્વારા જાણવા મળ્યું છે.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY