બારડોલી ખાતે જિલ્લાકક્ષાનો ગ્રામકલા અને સાંસ્કૃતિક મહોત્સવ-૨૦૧૮ યોજાયો

0
54

સુરતઃ શનિવારઃ-
‘વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ખીલવવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામકલા સાંસ્કૃતિક મહોત્સવ એક મહત્વનું અને ઉપયોગી પ્લેટફોર્મ છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સુયોગ્ય ઘડતર થાય અને વિદ્યાર્થીઓની પ્રતિભા માત્ર વર્ગખંડ પૂરતી સીમિત ન રહેતા બહુમુખી-બહુઆયામી બને તેવા સહિયારા પ્રયાસો વાલીઓ અને શિક્ષકો દ્વારા થાય તે જરૂરી છે એમ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલી ખાતે અસ્તાન કન્યા વિદ્યાલયના સભાખંડમાં જિલ્લાકક્ષાના ગ્રામકલા અને સાંસ્કૃતિક મહોત્સવ-૨૦૧૮ને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા ઉમદા હેતુથી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજિત ગ્રામકલા અને સાંસ્કૃતિક મહોત્સવ-૨૦૧૮માં પ્રેરક ઉદબોધન કરતા મંત્રી પરમારે આ કાર્યક્રમને બાળકોની અભ્યાસેત્તર પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતું મહત્વનું માધ્યમ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાકીય અભ્યાસ દરમિયાન બાળકે ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્ય સંસ્કૃતિને આત્મસાત કરવી જોઈએ. મંત્રીએ જિલ્લા પંચાયતને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ શિક્ષણલક્ષી પ્રવૃતિઓ અને યોજનાઓ માટે રૂ. ૨૦ લાખની માતબર જોગવાઈ કરી છે. આ પ્રસંગે તેમણે બાળપણના વિદ્યાર્થીજીવનના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીએ દ્વારા રાસ-ગરબા, આદિવાસી અને લોકનૃત્યો, દેશભક્તિ ગીતો પર વિવિધ આકર્ષક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના પ્રાંગણમાં ગ્રામ્ય હસ્તકલા, આભૂષણો, પહેરવેશ, જીવનશૈલીને સંસ્કૃતિને જીવંત રાખતા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેની પરમારે મુલાકાત લઈને દરેક સ્ટોલ નિહાળ્યા હતા.

આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લલિતાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્યામસિંગભાઈ વસાવા, સાર્વજનિક વિદ્યામંડળ, અસ્તાનના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY