પરિણીત પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ૧૧ ટુકડા કર્યા, કોથળો ફેંકવા જતા ઝડપાયો

0
72

સુરત,
તા.૧૭/૪/૨૦૧૮

યુવાને ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જાઈને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

દોઢેક વર્ષ પૂર્વે એક યુવાન કોલગર્લના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે આંખ મળી ગઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આખરે બન્નેએ પતિ-પત્ની તરીકે સાથે રહેવાનું નક્કી કર્યું. ત્યાર પછી બન્યું એવું કે, આ યુવાનની પત્ની અને કોલગર્લ વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. જેથી ત્રાસી યુવાને કોલગર્લની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ તેની લાશના ટુકડા કરી ભાઠેના ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, યુવાને કોલગર્લની હત્યા કરી ૧૧ ટુકડા કર્યા હતા.

પારસી શેરી રાણીતળાવ કાસકીવાડ ખાતે રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ યુસુફ મિંયાશેખ (ઉ.વ.૩૨) ઘર પાસે પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. શાહનવાઝ મહારાષ્ટÙના અમરાવતીની જુલેખા ઉર્ફે વર્ષા સૈયદ (ઉ.વ.૩૦) નામની યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી પરિચયમાં આવ્યો હતો. જુલેખાને પરિવારમાં માતા પિતા કે કોઈ સંબંધી નથી અને ગરીબ પરિવારની હોવાનું કહ્યું હતું. ધીરેધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. અને જુલેખાને પણ ઘરે રહેવા માટે લઈ આવ્યો હતો.

દરમિયાન જુલેખા અને શાહનવાઝની પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા તેથી જુલેખા ઘણા સમયથી અલગ રૂમ રાખી સાથે રહેવા માટે જીદ કરતી હતી જેને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો જેમાં શાહનવાઝે આવેશમાં આવી રવિવારે રાત્રે જુલેખાની તેના ઘરે ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને સગેવગે કરવા માટે ઠંડા કલેજે તેના શરીરનાં હાથ, પગ, માથું સહિત અંગોના ૧૧ ટુકડા કર્યા હતા.

કોલગર્લની લાશના ટુકડા કોથળામાં ભરી તે સોમવારે સાંજે ભાઠેના વિસ્તારની ખાડીમાં નાખવા ગયો હતો. બરોબર એ જ વખતે ત્યાં હાજર ઉધના પોલીસ મથકના કોન્સ્ટેબલ જયપ્રકાશ તિવારીએ શાહનવાઝને જાયો હતો. તેમને શંકા જતા કોથળાની તપાસ કરતા તેમાંથી શરીરના અલગઅલગ અંગોના ટુકડા જાઈને ચોંકી ઉઠ્યો હતો. અને તેને પોલીસ મથકમાં લઈ ગયો હતો ત્યાં પીઆઈ સી.આર.જાદવે પૂછપરછ કરતા શાહનવાઝે કોલગર્લની હત્યા કર્યા બાદ લાશને સગવેગ કરવા માટે ટુકડા કરી ખાડીમાં ફેંકવા માટે આવ્યાની કબૂલાત કરી હતી.

પોલીસની ટીમે શાહનબાઝના ઘરે તપાસ કરતા યુવતીનું માથુ અને હાથ પગ મળી આવ્યા હતા. આ ઘટનામાં શાહનવાઝ સાથે તેની પત્ની અને બહેનની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. કારણ કે હત્યાની ઘટના ગઈકાલે બની હતી અને લાશના ૧૧ ટુકડા કરવા એક વ્યકિતનું કામ નથી. બીજી બાજુ શાહનવાઝની બહેન ગઈકાલે જ દિલ્હી રવાના થઈ છે. પોલીસે મોડી રાત્રે શાહનવાઝની પત્ની અને માતા પિતાની પણ પોલીસ મથકમાં લાવી પૂછપરછ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY