ગાંધીનગર,
તા.૧૭/૪/૨૦૧૮
કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાના હવાલે મળતી માહિતી પ્રમાણે ભરુચ જિલ્લાના ભરુચ અને વાગરા તાલુકાના ૪૪ ગામમાં પીસીપીઆઈઆરના અમલના કારણે રોજગારીની વિશાળ તક ખડી થઇ છે.કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ઇ- પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇનસ્વેસ્ટમેન્ટ રીજન-દહેજના કારણે આમ બની રહ્યું છે. માંડવીયાએ જણાવ્યું કે સરકાર દ્વારા ઝડપી વિકાસના તમામ પગલાં ભરાઇ રહ્યાં છે. પ્રોત્સાહનના કારણે ૨૦૧૮-૧૯માં ૨૫,૧૬૩ કરોડનું મૂડીરોકાણ આકર્ષી શકાયું છે. જેમાં અગ્રણી ઉદ્યોગગૃહોએ મોટું રોકાણ કરેલું છે.
આ રોકાણના પગલે ભરુચ અને વાગરા તાલુકાના ૪૪ ગામોમાં ૪૫,૩૦૦ હેક્ટરમાં બનેલાં ના કારણે વિસ્તારમાં મોટી રોજગારીની તકો ઊભી થઇ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૪,૯૬૨ કરોડની કીમતનું પોલિમર, તેમ જ ૮૭૦ કરોડની કીમતના કેમિકલ્સનું વેચાણ કરવામાં આવ્યું છે. આમ, ભવિષ્યમાં પણ મોટું હૂંડિયામણ કમાવી આપવા મહત્વની ભૂમિકા ભજવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






