રાજપીપલા એસ ટી ડેપોના પ્લેટફોર્મ પર બસની બ્રેક ફેઇલ થતા ગ્રીલમાં અથડાઇ

0
55

સદ્સીબે કોઈ મુસાફર ત્યાં ઉભેલા હોત તો મોટી હોનારત બની હોત 

રાજપીપલા:
શુક્રવારે સવારે રાજપીપલા થી વડોદરા જઈ રહેલી એસ ટી બસ સવારે લઘભગ સાતેક વાગે પ્લેટફોર્મ પર મુકવા જતાજ અચાનક બ્રેક ન લાગી જેથી બસ સીધી અંદર નો સ્ટીલ ઈન ગ્રીલ સાથે ભટકાતાં ગ્રીલ તૂટી ગઈ હતી જોકે સદનસીબે અંદર ઉભેલા મુસાફરો થોડા દૂર હતા નહીતો મોટી દુર્ઘટના બની શકત.

ઉલ્લેખનીય છેકે હાલમાંજ આ ડેપોનું દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે ત્યારે બહાર થી સુંદર જનતા આ ડેપો માં અંદર પોલંપોલ હોવાની વાત ઘણા સમય થી હતી જેમાં વર્કશોપ માં સ્ટાફ ના અભાવે કે અન્ય કોઈ કારણોસર બગડેલી બસો નો યોગ્ય મરામત થતી નથી ત્યારે આવા ઘટના બને છે આતો સારું થયું કે આ બસ ડેપોમાં અથડાઈ નહીતો માર્ગ પર જો બ્રેક ના લાગત તો શું હાલત થઈ હોત આવા અકસ્માતો માં હંમેશા ચાલાક નો વાંક નીકળતો હોય છે પરંતુ અંદર મરામત કરતા કારીગરો કે એમના ઉપરીયો આ માટે જવાબદાર હોઈ શકે છતાં છીંડે પકડાય એ ચોર જેવો ઘાટ થાય હાલ નવા આવેલા ડેપો મેનેજર આ વર્કશોપ નો લાલીયાવાડી બાબતે ગંભીર બની કડક પગલાં લે એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર ,નર્મદા,ભરત શાહ. મોં.નો.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY