જૂનાગઢ તા.૧૬, રાજ્યમાં વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલત તથા પારદર્શીતા વધે તેમજ વ્યક્તિલક્ષી
રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે સેવાસેતુ(ગ્રામ્ય) ચોથા તબક્કાનાં કાર્યક્રમો યોજાશે તા.૧૯મી ઓક્ટોબર
૨૦૧૮ના સવારે ૯-૦૦ કલાકથી શરૂ થનાર સેવાસેતુ અંતર્ગત વિસાવદર પ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત
અધિકારી ડી.વી.વાળાનાં માર્ગદર્શન અને મામલતદાર ભેસાણની દેખરેખ તળે ભેસાણ તાલુકાનાં મોરવાડા
ગામની પ્રા.શાળામાં યોજાશે જ્યાં તડકાપિપળીયા, જૂની ધારી ગુંદાળી, નવી ધારી ગુંદાળી, ગોરવીયાળી,
મોરવાડા, ઉમરાળી, રફાળીયા, પરબવાવડી ગામોને આવરી લઇ સેવાસેતુ કાર્યક્રમમાં લોકપ્રશ્નોનું થશે નીરકારણ,
આવી જ રીતે વંથલી પ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી કેયુર જેઠવાની અધ્યક્ષતામાં વંથલી તાલુકાનાં
પીપલાણા ગામે પીપલાણા, કોઠારીયા, બોડકા, સારંગપીપળી, કોઠડી, નાંદરખા ગામોની સાંકળીને પ્રાથમિક
શાળા પીપલાણા ખાતે યોજાશે. જૂનાગઢ પ્રાંત અધિકારી જ્વલંત રાવલની અધ્યક્ષતામાં જામકા પ્રાથમિક શાળા
ખાતે કલ્સ્ટરના ગામો બગડુ, જામકા, આણંદપુર, સેમરાળા, મેવાસા, ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. કેશોદ
પ્રાંત અધિકારી રેખાબા સરવૈયાની અધ્યક્ષતામાં માંગરોળ તાલુકાની રહીજ પ્રાથમિક શાળા ગામે કલ્સટરના
ગામો લોએજ, મક્તુપુર, રહીજ, કંકાસા, મેણંજ, ચંદવાણા ગામોનાં ગ્રામજનોની રજુઆતો અને સામુદાયીક પ્રશ્નોનું
નિરાકરણ સેવાસેતુના માધ્યમે યોજાશે. ૧૯ ઓક્ટોબર-૨૦૧૮નાં રોજ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં કલ્સ્ટરનાં
ગામોને સમાવીને લોકો સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી તેમની પાયાની જરૂરીયાતો જેવી કે આધારકાર્ડ,
આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, રાશનકાર્ડમાં નામ દાખલ કરવુ, રાશનકાર્ડમાં નામ કમી કરવુ,
રાશનકાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતી પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપકાર્ડ શાળા
કોલેજ પ્રવેશ દરમ્યાન, વિકલાંગતા પ્રમાણપત્ર, કસ્તરુબા પોષણ સહાય યોજના, માંવાત્સલ્ય કાર્ડ, માંઅમૃત્તમ
કાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, મેડીસીન સારવાર, પશુઓની ગાયનેક સારવાર, સર્જીકલ સારવાર, ડ્રાઇવીંગ લાયસન્સ,
રસીકરણ, આધારકાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, સુકન્યા સમૃધ્ધી
યોજના, અટલ પેન્શન યોજના, કેસલેસ લીટરસી, ભીમ એપ, જનધન યોજના, નવુ બેન્ક એકાઉન્ટ ખોલવા,
વૃધ્ધ નીરાધાર સહાય યોજના, વિધવા સહાય યોજના, ક્રીમીલેયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના,
લર્નીંગ લાયસન્સ, સાત-બાર આઠ-અના દાખલા, રેવન્યુ રેકર્ડ લગત કામો સહિતની પંચાવન જેટલી વિવિધ
કામગીરી એક જ સ્થળેથી હાથ ધરવામાં આવશે તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત
વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ સેવાસેતુ કાર્યક્રમમાં જોડાઇને લોકપ્રશ્નોનું કરશે સ્થળ પર નિરાકરણ
તેમ નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીઆની યાદીમાં જણાવાયુ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



