ફૂલવાડી ગામે વિસ્ફોટક પદાર્થ સાથેે ઝડપાયેલા ઈસમ ને 7 વર્ષ ની કેદ 

0
23

મુખ્ય આરોપી સાથે ઝડપાઇ ગયેલા બે શકશો નો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ.

રાજપીપલા :
નર્મદા જિલ્લામાં નર્મદા બંધ જેવા મહત્વના પ્રોજેક્ટ હોય વિસ્ફોટક પદાર્થ રાખવો ગંભીર ગુનો બને છે ત્યારે ગત 28 ફેબ્રુઆરી 2017 ના ફૂલવાડી ગામે થી ત્રણ ઈસમો વિસ્ફોટક પદાર્થ સાથે નર્મદા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં મુખ્ય એવા નાગજી ઉર્ફે પિન્ટુ પ્રભુ તડવી, ભરત ગોપાલ તડવી, દિલીપ ઉર્ફે દિપક સંભુ તડવી આ ત્રણેય પાસેથી વિસ્ફોટક પદાર્થ જીલેટીન અને ડિટોનેટર નો જથ્થો ઝડપાયો હતો આ ત્રણેય ને પોલીસે ઝડપી એક્સપોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી રાજપીપલા કોર્ટ માં ચાર્જશીટ કરતા આ કેશ એડિશન સેસન્સ કોર્ટ માં ચાલતો હતો. 
રાજપીપલા ના સરકારી વકીલ કૈલાસબેન સી.માછી એ આ કેશમાં ધારદાર રજૂઆત કરતા અને વિસ્ફોટક પદાર્થો ની ગંભીરતા દર્શાવતા નામદાર સેસન્સ કોર્ટ ના જજ એન આર.જોશી એ સરકારી વકીલની રજૂઆત ને ગ્રાહ્ય રાખી વિસ્ફોટક પદાર્થ રાખનાર મુખ્ય સૂત્રધાર નાગજી ઉર્ફે પિન્ટુ પ્રભુ તડવીને 7 વર્ષ ની કેદ અને 2000 રૂપિયા દંડ ફટકાર્યો છે. જયારે ભરત ગોપાલ તડવી, દિલીપ ઉર્ફે દિપક સંભુ તડવી ને નિર્દોષ છોડી મુક્યા છે. 

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY