વિશ્વ પુસ્તક દિવસ પબ્લિક લાયબ્રેરીમાં ગ્રંથ આરતી અને પુસ્તકો અંગે શપથ લેવડવાઈ

0
18

ભરૂચમાં આવેલ કે.જે.ચોક્સી લાયબ્રેરી ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તક વાચકો દ્રારા ગ્રંથોની મહાઆરતી અને પુસ્તકો વિશે શપથ લેવડાવવામાં આવી હતી.

૨૩ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ અને કોપી રાઈટ દિવસ તરીકે સમસ્ત વિશ્વ આ દિવસને માનભેર ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ કે.જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્રારા પુસ્તકોની મહાઆરતી અને પૂજાનો કરી પુસ્તકોના આશીર્વાદ મેળવ્યા હતાં આ મહાઆરતીમાં મોટી સાંખ્યમાં પુસ્તક વાચકોએ ભાગ લઈને આરતીનો લ્હાવો લીધો હતો અને પુસ્તકો અંગે શપથ પણ લીધાં હતાં. આ સાથે પુસ્તકલાયના ગ્રન્થપાલ દ્રારા સૌને એક મેસેજ સાથે જણાવ્યું હતું કે પુસ્તક તો આપણો સદાકાળનો સાથી એના માટે કોઈ એક દિવસ નહી પણ બધા જ દિવસ છે. આપણને સતત સાથ આપતો આપણી કારકિર્દીને ઘડવામાં જેમનું મહત્વનું યોગદાન છે એવા ગુરુજનો, માતા-પિતા અને મિત્ર સમાન પુસ્તકો છે.

એથી જ કહેવું જરાય ખોટું નથી કે “આપણું જીવન ભવ્ય છે અને આપણા માટે પુસ્તક દિવ્ય છે” જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. એ એવું જ્ઞાન છે જેમાં કેળવણી, વિવેક અને આસ્થાનું ભાથું ભારોભાર ભરેલું હોય છે સૌ કોઈ નસીબદાર જ છે જેમને પુસ્તક એક મિત્ર તરીકે મળે છે. તમને ખબર છે ? આ પુસ્તક જયારે મનુષ્ય પાસે આવે છે ત્યારે એકદમ શાંત હોય છે, એ ક્યારેય ઘોંઘાટ કરતું નથી કે નથી કોઈને પજાવતું. ઉલટું તમને કોઈ સમસ્યા પજવતી હોય ત્યારે તમે આ પુસ્તક મિત્રના શરણે જાવ તો જરૂરથી તમને એ સમસ્યામાંથી કોઈને કોઈ ઉકેલ મળી જ રહે છે.
અને આજ દિવ્ય પુસ્તક જયારે પુસ્તકાલયમાં સ્થાન પામે છે ત્યારે એ દેવી શારદાના મંદિરમાં જાણે પ્રતિમાની જેમ સ્થાપિત થઈ જતું હોય છે.તેથી જ એવું પણ કહી શકાય કે પુસ્તકાલય એ એક દેવાલય છે જ્યાંથી જ્ઞાન આશીર્વાદ સ્વરૂપ મળે છે અને ગ્રંથપાલ જે આ દેવાલય સમાન પુસ્તકાલય નો દ્વારપાલ છે અને એ પ્રત્યેક પુસ્તકો નાની મોટી પ્રતિમા સમાન છે અને એ પ્રતિમા સમાન પુસ્તકો લખનાર લેખકો એક એવા શિલ્પકાર છે જેના શબ્દો એક પ્રેરણાનું કામ કરે છે અને એ પ્રતિમાનું દર્શન કરનાર (વાચન કરનાર) વાચક એક ભક્તના સ્થાને છે.જ્યારે આવતી કાલે ભલે દુનિયા ઉજવશે વિશ્વ પુસ્તક દિવસ પણ અમે તો નિયમિત વાંચન થકી સતત ઉજવતા જ રહીશું.

પુસ્તક માત્ર સારા વિચાર જ નથી આપતું પણ સમૃદ્ધિના દ્વાર ખોલી આપે છે અને એમાં આપણને પ્રવેશવાનું અને એ દ્વાર તરફ તમને લઇ જાય છે પુસ્તકાલયો. માટે એ પણ સંકલ્પ કરો કે અઠવાડિયામાં એક વાર તો જરૂર કોઈ પુસ્તકાલયમાં જઈએ અને સમૃદ્ધિના દ્વાર તરફ લઇ જતા પુસ્તકને પામીએ. ભરૂચ શહેર ખરા અર્થમાં ભવ્ય છે કારણ એને મળ્યું છે કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી જેવું ભવ્ય પુસ્તકાલય જે ૨૮ મે -૨૦૧૮ના રોજ તેના સ્થાપના દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે.ભવ્ય ભરૂચ ભવ્ય પુસ્તકાલય આપવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ગૌતમભાઈ ચોકસી અને સમસ્ત ટ્રસ્ટી મંડળનો આભાર માનવો જ રહ્યો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY