પત્ની ની પીટાઈ કરતા પતિ વિરુદ્ધ હેલ્પલાઇન ને કોલ કરતા પતિ નાસી ગયો પરંતુ બીજી સ્ત્રી ને કાયદાકીય માહિતી આપતા મામલો થાળે પડ્યો
રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના લાછરસ ગામમાં રહેતી બે બાળકો ની માતા જાગૃતિબેન (નામ બદલ્યું છે )એ રાજપીપળા 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવ્યું
કે એનો પતિ રમેશ (નામ બદલ્યું છે ) એને મારે છે અને અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે જેથી મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને કોન્સ્ટેબલ રીનાબેન જાગૃતિબેન ને ત્યાં લાછરસ ગામ ગયા એમની વાત સાંભળતા જાણવા મળ્યું કે એમનો પતિ રમેશ ગામની કેતકી (નામ બદલ્યું છે ) નામની બે બાળકો ની માતા સાથે આડો સંબંધ રાખતો હોવાથી જાગૃતિબેન સાથે રોજ ઝગડો કરી મારે છે ત્યારે પતિ ભરત ની પૂછતાછ કરતા એ હેલ્પલાઇન ટિમ ને જોઈ ગામ માંથી નાસી ગયો હોવાનું જાણવા મળતા હેલ્પલાઇન એ કેતકી નો સંપર્ક કરી પતિ પત્ની વચ્ચે આડખીલી ન બની એમનો સંસાર બરબાદ ન કરવા જણાવી આ માટે ની કાયદાકીય માહિતી આપી સમજાવતા કેતકી એ હવે પછી જાગૃતિના સંસાર માં એ બાધારૂપ નહિ બને એવી ખાતરી આપતા હેલ્પલાઈને કેતકી પાસે બાંહેધરી લખાવી જાગૃતિ ના તૂટતાં પરિવાર ને બચાવ્યું હતું.
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





