ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્રારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો

0
13

ભરૂચ;
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફ થી ભરૂચમાં આવલે આલી વિસ્તારમાં વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડીમાં કેન્સર ની પ્રાથમિક તાપસ એટલે કે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્સર નિદાન કેમ્પમાં મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસમાં પેપ ટેસ્ટ અને સ્તન કેન્સરની પ્રાથમિક તાપસ એટલે કે મેમોગ્રાફી તાપસ ડોક્ટરો દ્રારા કરવામાં આવી હતી.આ કેમ્પમાં ૧૦૦ થી ૧૫૦ જેટલી મહિલાએ કેન્સર નિદાન કેમ્પમાં ચકાસણી કરાવી હતી.

આ અંગે કેન્સર હોસ્પિટલના ડોક્ટર રોહિણી પટેલ દ્રારા જણાવામાં આવ્યું હતું કે દરેક ૪૦ વર્ષીય મહિલાઓએ મેમોગ્રાફી એક્સરે કરાવવો જરૂરી હોય છે ગુજરાત સરકાર તરફ થી કેન્સર હોસ્પિટલને ૨૦૦૯ માં એક આધુનિક વાન પણ આપવામાં આવી છે અને કેન્સર હોસ્પિટલ દ્રારા ગુજરાતના દરેક જિલ્લાઓ માં આ વાન સાથે કેન્સર કેમ્પો કરવામાં આવે છે. આ પ્રસંગે કાછીયા પટેલ સમાજ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન દિવ્યેશ પટેલ અને કાછીયા પટેલ સમાજ આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY