આજવા રોડ પર બે યુવાનોની તકરાર બાદ પથ્થરમારો થતાં મામલો બિચક્યો

0
352

વડોદરા,
તા.૨૨/૪/૨૦૧૮

એક જ કોમના બે યુવાનો વચ્ચે નજીવી બાબતે તકરાર, પથ્થરમારો થતાં ૩ને ઈજા

વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં શનિવારે મોડીરાત્રે એક જ કોમના બે યુવાનો વચ્ચે નજીવી બાબતે તકરાર સર્જાયા બાદ બે જૂથો વચ્ચે પથ્થમારો થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પર પહોંચીને પરિસ્થતિ પર કાબૂ મેળવ્યો હતો. પથ્થરમારામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર પાસે શનિવારે રાત્રીના ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ એક જ કોમના બે યુવાનો વચ્ચે સામાન્ય બાબત પર બોલાચાલી થઇ હતી. જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને યુવાનોએ એકબીજા ઉપર પથ્થરોનો મારો ચલાવ્યો હતો. આ દરમ્યાન નજીકના ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી ત્યાં લોકો જમી રહ્યા હતા. આ દરમ્યાન એક પથ્થર ત્યાં જમી રહેલા અન્ય એક કોમના યુવાનને વાગતા પથ્થરમારો ચાલુ થઇ ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી. જેના કારણે ગણતરીની મીનીટોમાં બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો શરુ થઇ જતા પરિસ્થતિ કણસી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર જઈને સમગ્ર પરિસ્થતિ પર કાબુ મેળવ્યો હતો. જાકે રાત્રી દરમ્યાન સ્થતિ વણસે નહીં તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY