પીએમ મોદીની હત્યાનું ષડ્યંત્ર રચવાના આરોપમાં મોહમ્મદ રફીકની ધરપકડ

0
95

ઓડિયો રેકોર્ડ વાયરલ થતાં ષડયંત્ર બહાર આવ્યું,રફીક ૧૯૯૮ કોઈમ્બતુર બ્લાસ્ટ કેસમાં આરોપી છે
ન્યુ દિલ્હી,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં પોલીસે મોહમ્મદ રફીક નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ૧૯૯૮માં કોઈમ્બતુરમાં થયેલાં બ્લાસ્ટના દોષિત મોહમ્મદ રફીકને ૧૫ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મોહમ્મદ રફીક પર તામિલનાડુના બિઝેનેસમેન પ્રકાશ નામના શખ્સની સાથે ટેલિફોન પર વાતચીતમાં પીએમ મોદીને મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
કોઇમ્બતુર પોલીસે એવા સમયે રફીકની ધરપકડ કરી છે, જ્યારે એક ટેલિફોનિક વાતચીતનો ઓડિયો રેકોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ આડિયોમાં કથિત રીતે વડાપ્રધાન મોદીને મારવાની યોજના બનાવવાનું ષડયંત્ર સાંભળી શકાય છે.
પોલીસે કહ્યુ કે, સોશિયલ મીડિયા પર પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચવા અંગેનો ઓડિયો વાયરલ થયાં બાદ તેઓએ ૧૯૯૮ બ્લાસ્ટ કેસમાં પોતાની સજા કાપી ચુકેલા મોહમ્મદ રફીકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે વાતચીત મુખ્યરૂપે ગાડીઓ માટે પૈસા સંબંધિત હતો પરંતુ અચાનક બ્લાસ્ટ મામલામાં દોષિત રહેલાં શખ્સને એવું કહેતા સાંભળવામાં આવ્યો કે, “અમે ઁસ્ મોદીને ખતમ કરવાની યોજના બનાવી લીધી છે. જ્યારે ૧૯૯૮માં લાલકૃષ્ણ અડવાણી કોઇમ્બતુર શહેરની યાત્રા પર હતા ત્યારે અમે જ બોંબ ફીટ કર્યો હતો.” ૧૯૯૮માં કોઇમ્બતુરમાં સીરિયલ બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં લગભગ ૫૮ લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY