બેંક ઓફ બરોડા માં ગ્રાહકો ને વિચિત્ર અનુભવ,પૈસા ઉપાડવા હોય તોો ભદામ ગામની શાખામાં એન્ટ્રી પડાવી પૈસાા લઈ જાવ…?! અહો આષ્ચર્યમ
રાજપીપલાા:
રાજપીપલા શહેર ની બંકો ના એ ટી એમ માં છેલ્લા એકાદ મહિના થી પૈસા નથીી ત્યારે લોકો બેન્કો્કોમાં લાંબી કતારોમાં ઉભા રહી પોતાના પૈસા ઉપાડવાા મથામણ કરતા હતા પરંતુ હાલ બંંકોમાં પણ જાણે તાળા વાાગ્યા હોય એવો અનુભવ ગ્રાહકોને થઈ રહ્યો છે જેમાં છેલ્લા ઘણા દિવસો થી બી એસ એન એલ ના નેટવર્ક ના ધાંધિયા જોવા મળતા વારંવાર બંધ થતું આ નેટવર્ક અને એ ટી એમ ખાલીખમ હોવાના કારણે ગ્રાહકોને છતે પૈસે રડવાનો વારો આવ્યો છે હાલ છેલ્લા ત્રણેક દિવસ થી ઓનલાઇન ચાલુ બંધ થતા બેંકો માં પૈસા ઉપાડવા ગયેલા ગ્રાહકો ને ધક્કે ચઢવું પડે છે ત્યારે બેન્કોમાં પડેલા ગ્રાહકોના પૈસા ઇમર્જન્સી સમયે જાણે શોભાના ગાંઠિયા સમાન લાગે છે ત્યારે અમુક બંકો પાસે તો પૈસા ની કટોકટી પણ જોવા મળે છે જેમાં બેંક ઓફ બરોડા ની શાખામાં પૈસા ઉપાડવા ગયેલા કેટલાક ગ્રાહકોનેતો કૈંક વિચિત્ર અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું હતું કેમકે રજોઈપલા ની બેંક ઓફ બરોડા ના ખાતેદાર એજ બેન્કમાં પૈસા લેવા ગયા તો ઓનલાઇન બંધ હોવાના કારણે રાજપીપલા પાસેના ભદામ ગામની બી ઓ બી ની શાખા એન્ટ્રી પડાવી રાજપીપલા આવી પૈસા લઈ જવા જે તે કર્મચારી અને મેનેજરે જવાબ આપ્યો હતો ત્યારે રાજપીપલા શહેર માં ઠેર ઠેર એકજ વાત સાંભળવા મળી કે ગુજરાત રાજ્ય નું કેશલેસ સિસ્ટમ માં રાજપીપલા નો પ્રથમ નંબર આપવો જોઈએ આ છે મોદીના રાજનો વિકાસ…?! કે પછી વિકાસ અસ્થિર સ્તિથીમાં કોમામાં ગરકાવ થઈ ગયો છે…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






