ભરૂચ સિવિલ હોસ્પિટલ બની દુર્ગંધમય માથાફાટ દુર્ગંધથી લોકો પરેશાન

0
55

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મશીન બગડી જવાના કારણે લાશની દુર્ગંધથી લોકો પરેશાન.

ભરૂચ;

ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં આવતી રહે છે તે દર્દીઓનો પ્રશ્ન હોય કે પછી પાણીનો પ્રશ્ન હોય હાલમાજ જિલ્લા કલેકટર દ્રારા પાણીના બગાડ અંગે પણ સિવિલ સર્જનને નોટિસ પણ આપવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે આવેલ પોસ્ટમોર્ટમ રૂમમાં લોકોની સુવિધા માટે અને બિનવારસી ડેથબોડી માટે સરકાર તરફથી કોલ્ડ સ્ટોરેજ મશીન મુકવામાં આવ્યું છે પરંતુ સાચવણીના અભાવે હાલ પૂરતું શોભના ગાંઠિયા સમાન પુરવાર થઇ રહ્યું છે.

બે દિવસ પૂર્વે અંકલેશ્વર રેલ્વે અકસ્માતમાં મૃત્યુ પામેલ એક અજણાયા ઇસમના મૃતદેહને વાલી વારસની ઓળખ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ મશીનમાં મુકવામાં આવ્યો હતો.પરંતુ કોઈ દ્રારા ચેક નહીં કરવાથી મશીનમાં લાઈટ બતાવતી હોવા છતાં મશીન ઠડું નથી થતાં અંદર મુકવામાં આવેલ ડેથબોડી ડી કમ્પોઝ હાલતમાં થઈ જતાં સિવિલના કમ્પાઉન્ડમાં લાશ ગંધાવાની દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા છે.

આ અંગે બિનવારસી ડેથબોડીની અંતિમ ક્રિયા કરનાર ધર્મેશ સોલંકી અને તેમના માણસો ડેથબોડી લેવા આવતાં તેવોની પણ હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમના દ્રારા જણાવામાં આવ્યું કે અગાઉ પણ એક ડેથબોડીના હાલ આવાજ થયા હતાં અને જો સિવિલ હોસ્પિટલ ના સંચાકલો વહેલી તકે આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરે તો તેવો આવી ડેથબોડીઓ લઈ નહીં જવાની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર લોકોની સુવિધાઓ માટે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે પણ તેની દેખ રેખ કોઈ સરકારી કચેરી દ્રારા નથી કરવામાં આવતી એટલે ઘણાંજ ઓછાં દિવસોમાં સુવિધા નામે પાછું મીંડું થઈ જાય છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY