ગુજરાત ગૌરવદિવસ ઉજવણી; ભરૂચ જિલ્લાને રૂા.૨૧૦ કરોડના વિકાસકામોની ભેટ

0
14

ભરૂચઃ
ભરૂચની અસ્મિહતાને ઉજાગર કરતા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ભરૂચ ખાતે પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ મળી રહયો છે. ભરૂચ કલેકટર રવિ કુમાર અરોરાના જણાવ્યાા અનુસાર ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અવસરે ભરૂચ જિલ્લાને રૂા.૨૧૦ કરોડ ઉપરાંતના ૧૪૬૦ જેટલા વિકાસ કામોની ભેટ મળશે.
રાજયના મુખ્યસમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી અને ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મંત્રીમંડળના સભ્યોવ ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીમાં ઉપસ્થિખત રહેશે. મુખ્યતમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે કલેકટરશ્રી સહિત ઉચ્ચર અધિકારીઓ સાથે બેઠક કરી, વિવિધ કાર્યક્રમની સમીક્ષા કરી સ્થરળ મુલાકાત લીધી હતી.
ગુજરાત ગૌરવદિવસ અવસરે ભરૂચ શહેરની રોનક બદલાય રહી છે. શહેરને સ્વ્ચ્છઉ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યુંૂ છે. વહિવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા લોકોને બહેતર સવલતો મળે તેવા પ્રયત્નોમમાં તંત્ર કટિબધ્ધ્ બન્યુંર છે.
૧ લી મે સ્થાંપનાદિન ઉજવણી અવસરે અનેકવિધ પ્રકલ્પોનનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થઇ રહયા છે. તેની સાથે સાથે ભરૂચની વિરાસત/અસ્મિનતા, ભરૂચની ભાતીગળ સંસ્કૃકતિને ઉજાગર કરતા કાર્યક્રમો થશે. પંડિત ઓમકારનાથની કલાભૂમિમાં કલા સાહિત્યક સંમેલન,ભરૂચની વિરાસત, શષા પદર્શન, મશાલ પીટી, લેશર-શો, ભવાઇ જેવા કાર્યક્રમોનું આયોજન થયું છે.
ગુજરાત ગૌરવદિવસ ઉજવણી અવસરે મંત્રીશ્રીઓ, મહાનુભાવો સહિતના હસ્તેય ખાતમૂહૂર્ત/લોકાર્પણ કરવામાં આવી રહયા છે. પ્રાપ્તા વિગત અનુસાર ભરૂચ તાલુકામાં રૂા.૨૮૬ લાખના ૧૭ કામોનું લોકાર્પણ અને રૂા.૪૮પ૯ લાખના ૧૬ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૧૯૪ લાખના ૧૧૦ નવા કામોની જાહેરાત મળી કુલ રૂા.પ૩ કરોડ ઉપરાંતના કામોનો સમાવેશ થાય છે. જયારે આમોદ તાલુકામાં રૂા.૧૦.૭૭ કરોડના ખર્ચે ૧૩૯ જેટલા કામોનું ખાતુહૂર્ત/લોકાર્પણ અને જાહેરાત થઇ રહી છે. અંકલેશ્વર તાલુકામાં રૂા.૩૨.૬૧ કરોડના ૨૩૬ કામો, હાંસોટ તાલુકામાં રૂા.૨પ.૬૧ કરોડના ૧૨૮ કામો, જંબસુર તાલુકામાં રૂા.૨પ.૬૨ કરોડના ૧૦૪ કામો, ઝઘડીયા તાલુકામાં રૂા.૨૧.૮૧ કરોડના ૨પ૮ કામો, નેત્રંગ તાલુકામાં રૂા.૬ કરોડના ૧૭૮ કામો, વાગરા તાલુકામાં રૂા.૨૪.પ૨ કરોડના ૧૦૬ કામો અને વાલિયા તાલુકામાં રૂા.૧૦.પ૧ કરોડના ૧૬૮ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ અને વિકાસકામોની જાહેરાત થઇ રહી છે.
વહિવટીતંત્ર દ્વારા ગુજરાત ગૌરવની ઉજવણી દબદબાભેર થાય તે માટે તૈયારીઓ સાથે કામગીરી થઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY