ન્યુ દિલ્હી,
તા.૨૯/૮/૨૦૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૩મી વખત ‘મન કી બાત’ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’ની મદદથી દેશવાસીઓને સંબોધિત કરતા કામનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખિલાડીઓના સારા પ્રદર્શનના વખાણ કર્યા.
મોદીએ કહ્યું કે, ”ખિલાડીઓ દેશવાસીઓની આશા પર ખરાં ઉતર્યા અને શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે એક પછી એક મેડલ જીત્યાં. દરેક ભારતીયો માટે આ સફળતા ગર્વ દેખાડે છે. મેડલ જીતવું ખિલાડીઓ માટે ગર્વ અને ખુશીની વાત હોય છે. આ દેશ માટે છે, તમામ દેશવાસીઓ માટે અંત્યત ગૌરવનું પર્વ હોય છે.”
મંત્રાલયોને સમર ઇન્ટર્નશિપ
મોદીએ જણાવ્યુ કે, ભારત સરકારના મંત્રાલય મળીને વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ચાલાવી રહ્યા છે. આ પ્રોગ્રામનું નામ છે ‘સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ’, જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરવામાં આવશે. સ્વચ્છ ભારતથી જાડાયેલા પ્રોગામમાં જે વિદ્યાર્થી-વિદ્યાર્થીની સારું કામ કરશે, તેમણે રાષ્ટીય સ્તર પર પુરસ્કૃત કરવામાં આવશે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
રમઝાનની આપી શુભકામનાઓ
મોદીએ કહ્યું કે, ”કેટલાક દિવસોમાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થશે. વિશ્વભરમાં રમઝાન મહિનાને શ્રદ્ઘા અને સમ્માનથી ઉજવવામાં આવે છે. રમઝાનમાં રોજા રાખે છે અને તેનો સામાજિક પહેલૂ છે કે જ્યારે વ્યકિત પોતે ભૂખો હોય તો તેણે બીજા વ્યકિતની ભૂખનો અનુભવ થાય છે.”
મોદીએ પૈંગબર મોહમ્મદ સાહબને સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ”પૈંગબર મોહમ્મદ સાહબની શિક્ષા અને તેમના સંદેશને યાદ કરવાનો મોકો છે. તેમના જીવનથી સમાનતા અને ભાઇચારાના માર્ગ પર ચાલવાની અમારી જવાબદારી છે.”
જળ-સંરક્ષણને સમજા જવાબદારી
મોદીએ જળ-સંરક્ષણ કરવાનું પણ કહ્યું. તેમણે કહ્યું કે, ”કેમ નથી લાગતું કે જળ સંરક્ષણ સામાજિક જવાબદારી હોવી જાઇએ?”
તમને જણાવી દઇએ કે, ‘મન કી બાત’ આકાશવાણી પર પ્રસારિત થાય છે, જેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના નાગરિકોનો સંબોધિત કરે છે, જેનું પહેલું પ્રસારણ ૩ આૅક્ટોબર ૨૦૧૪માં થયું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





