એક લાખ યુવાનોને યોજનાનો લાભ આપી કૌશલ્યવાન બનાવાશે – મુખ્યમંત્રી
ગરીબ કો દવાઇ, યુવાનો કો કમાઇ, બચ્ચો કો પઢાઇ નો પ્રધાનમંત્રીનો મંત્ર ગુજરાતે સાકાર કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના નયા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાશકિતને રાષ્ટ્રહિતમાં દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. તેમણે પ૮ માં ગુજરાત ગૌરવ દિવસે ભરૂચથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રી રૂપાણીએ પ૮ માં ગુજરાત ગૌરવ દિવસે યુવાશકિતને કુળશતા કૌશલ્યવર્ધનની તાલીમ સાથે ઉદ્યોગોમાં રોજગારી માટેની મહત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનું લોન્ચીંગ કર્યું હતું.તેમણે આ સાથે એલએનજી-એલપીજી સહાય યોજના તેમજ આરોગ્ય સુખાકારીની યોજનાઓનો પણ પ્રારંભ કરાવ્યો હતો.વિજય રૂપાણીએ દેશમાં અત્યાર સુધી ગરીબ, પીડિત, અંત્યોદય અને બેરોજગાર યુવાઓ પ્રત્યે જે ઉપેક્ષા સેવાઇ હતી તેની આકરી આલોચના કરી હતી.મુખ્યમંત્રી કહયું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારે યુવાઓને કમાઇ,ગરીબોને દવાઇ અને બાળકોને પઢાઇનો જે કલ્યાણકારી અભિગમ અપનાવ્યો છે. તેના પરિણામે ગરીબના ઘરમાં ગેસના ચુલાઓ પહોંચ્યા છે. ગરીબમાં ગરીબને સસ્તી દવાઓ અને સૌને સરળ શિક્ષણ મળે છે.વિજય રૂપાણીએ યુવાનોને કામ મળે તે માટે તક મળે તેવા હેતુથી વ્યવસાય કૌશલ્ય સાથે એપ્રેન્ટીસશીપ યોજના શરૂ કરી છે, તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, વાયબ્રન્ટ સમિટને પગલે ગુજરાતમાં સાણંદ,ધોલેરા, દહેજ સહિતના વિસ્તારો ઉદ્યોગોથી ધમધમતા થયા છે. આના પરિણામે રાજયના યુવાધનને રોજગારીની વ્યાપક તક મળી છે.વિજય રૂપાણીએ કહયું કે, હવે એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એક લાખ યુવાઓને સ્ટાઇપેન્ડ આપીને વધુ કૌશલ્યવાન બનાવવાના છે.
મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ૨૦૦૨ થી રોજગાર આપવામાં અવ્વલ છે, તાલીમ- રોજગાર વિભાગે વિવિધ ટ્રેડ દ્વારા પોણા બે લાખ યુવાઓને તાલીમયુકત બનાવ્યા છે. ગુજરાતના યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા,મેઇક ઇન ઇન્ડિયાને સાકાર કરવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી આ અવસરે ગરીબ-અંત્યોદય પરિવારોને રાહત દરે ગેસ કનેકશન પણ પ્રતિકરૂપે અર્પણ કર્યા હતા. વિજય રૂપાણીએ ગાંધી, સરદાર, ઇન્દુચાચાની ભૂમિની ગરિમા ગૌરવ સતત ઉન્નત બને તેવો સંકલ્પ કરવા સૌ યુવાઓને પ્રેરણા આપી હતી.
ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચની ધરતી પર કૌશલ્યવાન યુવાનોને એપ્રેન્ટીસશીપ યોજનામાં જોડવા બદલ મુખ્યમંત્રી નો આભાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતુ રાજય છે.માળખાકીય સવલતો, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ સલામતીના કારણે વિપુલમાત્રામાં રોજગારી તકોનું સર્જન કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. યુવાઓ પોતાના કૌશલ્ય દ્વારા રોજગારી મેળવી, જોબગીવર બને એવી શુભકામના તેમણે પાઠવી હતી.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુનાખોરી રોકવા રૂા.૨૩૨ કરોડના ખર્ચે રાજયના ૩૩ જિલ્લાઓમાં
સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું છે. મુખ્યમંત્રી ની રાહબરી હેઠળ રાજયમાં ૧૮ હજાર યુવાનોને પોલીસમાં ભરતી કરી છે. તેમણે અંકલેશ્વર ખાતે રૂપિયા સાડાત્રણ કરોડની થયેલી લૂંટને ટેકનોલોજીના માધ્યમ વડે ટૂંકા સમયમાં ગુનેગારોને પકડી, ચોરીની રકમ જપ્ત કરવા બદલ પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ સૌને આવકારી એપ્રિન્ટીસશીપ યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પસંદગી પામેલા યુવાનોને રાજ્ય-કેન્દ્ર સરકાર રૂપિયા સાડાચાર હજાર સ્ટાઇપેન્ડ આપશે. ઉદ્યોગ ગૃહો પણ યુવાનો ને સ્ટાઇપેન્ડ આપશે.રાજ્ય સરકારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ રૂા.૩૦૦ કરોડની ફાળવણી કરી છે.મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના પ્રારંભ અવસરે રાજય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ,સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પઢિયાર,ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રાણા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ સંગીતાસિંઘ, રોજગાર નિયામક અવંતિકાસિંઘ, ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેન, કલેકટર રવિ કુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે સહિત
પદાધિકારીઓ-અધિકારીઓ, એપ્રેન્ટીસશીપ યોજનાના લાભાર્થીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર પ્રકાશ મેકવાન
9537920203
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






