પાણી એ કુદરતની અણમોલ ભેટ છે, જવાનો સંગ્રહ કરી વિવેકપૂર્ણ ઉપયોગ કરવો :મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ

0
74

સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા ખાતે મહેસુલમંત્રી કૌશિકભાઇ પટેલે
જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુહુર્ત કર્યું


પાણી એ મનુષ્યગ માટે કુદરતે આપેલ અણમોલ ભેટ છે. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. તેમ મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત સાયલા ખાતે આવેલ માનસરોવર તળાવ ઉંડું કરવાના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યુંફ હતું. તેમણે સમગ્ર ગુજરાતમાં જળ અભિયાન થકી પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઉંચા આવે તે માટે રાજય સરકારે ૧લી મે-૨૦૧૮ થી મહા અભિયાનની શરૂઆત કરી હોવાનું જણાવી રાજયમાં પીવાના પાણી તેમજ સિંચાઇ માટેના પાણીના સંગ્રહ માટે રાજય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. સિંચાઇ અને પીવાના પાણીની મુશ્‍કેલી ન સર્જાય તે માટે રાજય સરકારે આરંભેલા આ મહા અભિયાનમાં સૌ નાગરિકો જોડાઇ સહયોગ આપવા પણ ઉપસ્થિતતોને અનુરોધ કર્યો હતો.
મંત્રી કૌશિકભાઇ પટેલે આ તકે વધુમાં જણાવ્યું હતું કે પાણીના તળ ઉંચા આવે તે માટે રાજય સરકાર દ્વારા રાજયભરના જળાશયો પુનર્જીવીત કરવાનું અભિયાન શરૂ કરેલ છે. તેમાં દરેક નાગરિક જોડાઇ પોતાના ગામનું તળાવ ,ચેકડેમ ઉંડુ કરવાનો સંકલ્પન કરી જળ સંગ્રહના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
મંત્રી એ ‘‘પાણી બચાવો પાણી આપણને બચાવશે‘‘ ના અભિગમને ધ્યાનને રાખી હાથ ધરાયેલા રાજય સરકારના આ અભિયાન અંતર્ગત સુરેન્દ્ર નગર જિલ્લા‘માં જળ અભિયાનની કામગીરી પાછળ અંદાજે ૬.૩૨ કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવનાર હોવાનું પણ ઉમેર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઇ વોરાએ જણાવ્યુંણ હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સુરેન્દ્રઅનગર જિલ્લા્માં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીં ગ, જળાશય ડી-સીલ્ટીંગ, ચેકડેમ ઉંડા કરવા, નવા તળાવો કરવા, માટી પાળા, પીવાના પાણીની લાઈનોના એર વાલ્વની મરામત, નહેરોની મરામત, નહેરની સાફસફાઈ જેવા કામો હાથ ધરી પાણીના સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરાશે. ચેકડેમો તળાવો સરોવરો આગામી ચોમાસામાં પાણીથી છલોછલ ભરાય અને પાણીનો સંગ્રહ થાય તેમજ રાજયની ૨૧ નદીઓનું એકીકરણ કરી જીવીત કરવાની રાજય સરકારની નેમ છે ત્યારે લોકો આ અભિયાનમાં જોડાય તેમ વધુમાં ઉમેર્યું હતું.
મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે સાયલા ના માનસરોવર તળાવ ને ઉંડુ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ હતું. સ્વામગત પ્રવચન લીંબડી પ્રાંત અધિકારી વી.કે. પટેલે અને આભારવિધિ કાર્યપાલક ઇજનેર એ.એમ. તલસાણીયાએ કરી હતી. આ પ્રસંગે કલેકટર કે. રાકેશ, જિલ્લાઇ વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, અગ્રણી સર્વ બાબાભાઇ ભરવાડ, જગદીશભાઇ મકવાણા, પદાધિકારી- અધિકારી સહિત વિશાળ સંખ્યા માં તાલુકાના ભાઇ- બહેનો ઉપસ્થિત રહયા હતાં.

રિપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY